જયપુર: રાજસ્થાનના જયપુરમાં પ્રદેશ કૉંગ્રેસ કાર્યાલયમાં શુક્રવારે એક રોચક નજારો જોવા મળ્યો હતો. આ નજારો જોઈ કૉંગ્રેસના નેતાઓ પણ હેરાન રહી હયા હતા. શુક્રવારે કૉંગ્રેસના નેતા સેમ પિત્રોડા બુદ્ધિજીવી વર્ગ સાથે સંવાદ અને પત્રકાર પરિષદ કરવા માટે કૉંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. કાર્યક્રમ પહેલા કરવામાં આવી રહેલી તૈયારીઓમાં કેટલાક મજૂરો પીએમ મોદીના નામનું ટીશર્ટ પહેરી કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું બેનર લગાવતા જોવા મળ્યા હતા.
આ દરમિયાન કૉંગ્રેસના નેતાઓનું ધ્યાન તેમના તરફ જતા તેમને હટાવ્યા હતા. મજૂરોએ 16 જાન્યુઆરી 2018ના બાડમેરમાં આયોજીત રિફાઈનરી પેટ્રોકેમિકલ પરિયોજનાના શુભારંભ દરમિયાન તૈયાર કરવામાં આવેલી ટીશર્ટ પહેરી હતી. આ ટી શર્ટ પર મોટા અક્ષરોમાં યોજનાનું નામની સાથે પીએમ મોદીનું નામ પણ લખ્યું હતું.
રાહુલ ગાંધીએ આપ્યો નવો નારો- કુછ નહી સબ જૂઠા હૈ, નરેંદ્ર મોદીને લૂંટા હૈ
PM મોદીનું ટી-શર્ટ પહેરી રાહુલ ગાંધીનું પોસ્ટર લગાવી રહ્યા હતા, નેતાઓએ ઓફિસમાંથી ભગાડ્યા
abpasmita.in
Updated at:
26 Apr 2019 08:55 PM (IST)
રાજસ્થાનના જયપુરમાં પ્રદેશ કૉંગ્રેસ કાર્યાલયમાં શુક્રવારે એક રોચક નજારો જોવા મળ્યો હતો. આ નજારો જોઈ કૉંગ્રેસના નેતાઓ પણ હેરાન રહી હયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -