કર્ણાટક: ભારતીય નૌકાદળના વિમાનવાહક યુદ્ધજહાજ INS વિક્રમાદિત્ય પર શુક્રવારે આગ લાગી હતી. જેમાં નૌસેનાના એક અધિકારીનું મોત નીપજ્યું છે. આગ તે સમયે લાગી જ્યારે જહાજ કર્ણાટકના કારવાહ બંદર પહોંચી રહ્યું હતું.


નૌસેનાએ જણાવ્યું કે વિમાન વાહક જહાજ આઈએનએસ વિક્રમાદિત્યમાં લાગેલી આગ બુઝાવતી વખતે એક અધિકારીનું મોત થયું છે. આ મામલે વધુ તપાસ માટે બોર્ડ ઓફ ઈન્ક્વારયરીના આદેશ આપવામાં આવ્યા છે. નેવીએ જણાવ્યું કે થોડા ક સમય બાદ શિપના ક્રૂ મેમ્બરે આગ પર કાબૂ મેળવી લીધો હતો. જહાજની લડાકુ ક્ષમતાને કોઈ ગંભીર નુકસાન થયું નથી.