પ્રવીણ તોગડિયાની પાર્ટીએ ગુજરાતમાં નવ ઉમેદવારોની કરી જાહેરાત, જુઓ ઉમેદવારોનું લિસ્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Mar 2019 09:20 AM (IST)
અમદાવાદઃ પ્રવીણ તોગડિયાના હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા લોકસભાની ચૂંટણીમાં 100થી વધુ ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તેની સાથે પહેલાં ચરણમાં 41 ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના નવ ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. ગાંધીનગરથી અમરીશ પટેલ,અમદવાદ પૂર્વ ઋષિ વેકરીયા(ઉં.વ.25), અમદાવાદ પશ્ચિમ બેઠક પર આર.કે. ચૌહાણ, કચ્છથી પ્રવીણભાઈ ચાવડા, સાબરકાંઠાથી હસમુખભાઈ પટેલ, સુરેન્દ્રનગરથી ડારજીભાઈ ડેકાવારીયા, પંચમહાલથી વિજયસિંહ રાઠોડ, જૂનાગઢથી ગોપાલભાઈ મોવલિયા અને દાહોદથી રામસંગજી કલારા ચૂંટણી લડશે.