નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ તમામ પક્ષો એક બાદ એક ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યાં છે. ત્યારે અમુક બેઠકો પર નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવી રહ્યાં છે. એવામાં હરિયાણના જાણીતી ડાન્સર અને બિગ બોસ ફેમ સપના ચૌધરી કોંગ્રેસમાં સામેલ થવાની ચર્ચા ખૂબ ચાલી રહી છે. અને તે કૉંગ્રેસમાં જોડાશે તો તેને મથુરાથી ડ્રીમ ગર્લ હેમા માલિની વિરુદ્ધ મેદાનમાં ઉતારી શકે છે.



અહેવાલ અનુસાર સપના કોંગ્રેસ સાથે સંપર્કમાં હોવાની ચર્ચા ચાલી રહી છે અને તે મથુરાથી ચૂંટણી લડાવવાની તૈયારી કરી રહી છે. ઉત્તર પ્રદેશની મથુરા સીટ પર ભાજપે હેમા માલિનીને બીજી વખત લોકસભા ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે, સપનાની યૂપી અને બિહારમાં પણ ખૂબ જ ફેન ફોલોઈંગ છે. તેને જોઈ કોંગ્રેસ આ નિર્ણય લઈ શકે છે. મથુરામાં જાટ મતદારોની બહુમતી છે અને સપના જાટ સમુદાયથી આવી છે.



સપના ચૌધરી અને કૉંગ્રેસ કનેક્શનની ચર્ચા તે સમયથી ચાલી રહી છે. જ્યારે ગત વર્ષે તે સોનિયા ગાંધીને મળવા માટે કૉંગ્રેસ કાર્યાલય પહોંચી હતી અને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની પ્રશંસા કરી હતી. જો કે, સપના ચૂંટણી લડશે કે નહીં તે અંગે કોઈ જ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.