નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે 16મી લોકસભા ભંગ કરવાના કેબિનેટના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. શુક્રવારે કેબિનેટે 16મી લોકસભા ભંગ કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો અને રાષ્ટ્રપતિને તેને તત્કાલ પ્રભાવથી ભંગ કરવાનો આગ્રહ કર્યો હતો. રાષ્ટ્રપતિ ભવનના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિએ કેબિનેટના આ પ્રસ્તાવનો સ્વીકાર કરી 16મી લોકસભા ભંગ કરવાના આદેશ પર હસ્તાક્ષર કરી દીધા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળીને નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. ત્યાર બાદ 30 મે ના રોજ શપથ ગ્રહણ કરી શકે છે. ભાજપને 542 બેઠકોમાંથી 303 બેઠકો પર જીત મેળવી છે. અને એનડીએ ગઠબંધનને 352 સીટો જીતી છે.

આજે NDAના નવનિયુક્ત સાંસદોની બેઠક, PM મોદીને ઔપચારિક રીતે સંસદીય પક્ષના નેતા તરીકે પસંદી કરાશે

મોદી આજે રાષ્ટ્રપતિને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે, જાણો વિગત

આ પહેલા પીએમ મોદીએ શુક્રવારે રાષ્ટ્રપતિને મળીને પોતાનું અને મંત્રિમંડળનું રાજીનામું સોંપી દીધું છે અને વર્તમાન 16મી લોકસભાને ભંગ કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. 16મી લોકસભાનો કાર્યકાળ 3 જૂને પૂર્ણ થઈ રહ્યો છે.