રાયબરેલીઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી હાલ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. તેઓ છેલ્લા બે દિવસથી માતા સોનિયા ગાંધીના સંસદીય વિસ્તાર રાયબરેલીમાં લોકો સાથે જનસંપર્ક કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ રાયબરેલીના પુરવા ગામમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ત્યાં મદારીઓ પણ હાજર હતા.




પ્રિયંકાએ મદારી સાથે વાતચીત કરી હતી અને બાદમાં સાપને હાથમાં પકડીને તેની બહાદુરીનો પરિચય પણ આપ્યો હતો. પ્રિયંકા ગાંધીને તેમની વચ્ચે જોઈને મદારીઓમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો.



આ વખતની લોકસભા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીની આ તસવીર ઐતિહાસિક માનવામાં આવે છે. કોંગ્રેસીઓ તેમનામાં ઈંદિરા ગાંધીની ઝલક જુએ છે. ઈંદિરા ગાંધીની સિંહ તથા હાથી સાથેની તસવીર ચર્ચામાં રહી છે. હવે સાપ સાથે પ્રિયંકા ગાંધીની તસવીર ચર્ચામાં આવી છે.