એક પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન અનન્યાએ કહ્યું કે, તેને વરુણ ધવન ગમે છે. તેણે કહ્યું કે વરુણ ધવન ક્યૂટ છે અને તેનું એનર્જી લેવલ ગજબનું છે. અનન્યાએ તેમ પણ જણાવ્યું કે વરુણને પણ ખબર છે કે તે તેને પ્રેમ કરે છે, જેના કારણે તેના માટે સ્થિતિ અજીબ થઈ જાય છે.
કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ 6’માં અનન્યાએ કહ્યું હતું કે તે કાર્તિક આર્યન સાથે ડેટ પર જવા માગે છે. જે બાદ બંને એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.