પ્રિયંકા ચતુર્વેદી શિવસેનામાં સામેલ થઇ ગઇ છે, તેને શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેની હાજરીમાં શિવસેના જોઇન કરી લીધી છે. શિવસેનામાં સામેલ થયા બાદ તેને કહ્યું કે હું મુંબઇ માટે કામ કરવા ઇચ્છુ છું, અને આ જ કારણે હું આ પક્ષમાં સામેલ થઇ છું. તેને કહ્યું કે, કોંગ્રેસમાં મારા આત્મસન્માનને ઠેસ પહોંચી છે.
ગુરુવારે રાત્રે પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસ પાર્ટી પ્રમુખ રાહુલ ગાંધીને પોતાનું રાજીનામું આપી દીધુ હતુ. શુક્રવારે સવારે તેને પોતાના ટ્વીટર હેન્ડલ પરથી ‘કોંગ્રેસ પ્રવક્તા’ હટાવી લીધુ હતુ. આ પહેલા તેની પ્રૉફાઇલમાં ‘રાષ્ટ્રીય પ્રવક્તા કોંગ્રેસ’ લગાવેલું હતુ, જે શુક્રવારે ન હતું.
પ્રિયંકાએ 17 એપ્રિલે ટ્વીટ કરીને પોતાની નારાજગી દર્શાવી હતી, તેને પાર્ટી પ્રતિ નારાજગી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, મથુરામાં પોતાની સાથે કથિત રીતે દુર્વ્યવહાર કરનારા કોંગ્રેસ કાર્યકર્તાઓ સામે અનુશાસનાત્મક કાર્યવાહીને નકારી કાઢવાના કારણે પ્રિયંકા પાર્ટીથી નારાજ હતી.