હાર્દિક પટેલને સ્ટેજ પર થપ્પડ મારનાર વ્યક્તિનું નામ તરૂણ મિસ્ત્રી છે. તરૂણ મિસ્ત્રી કડીના જસલપુરનો વતની છે તેવું જાણવા મળ્યું છે. હાર્દિકને થપ્પડ માર્યા બાદ આ યુવકની જાહેરામાં ધોલાઈ કરી હતી અને તેના કપડાં ફાડીને તેને નગ્ન કરી દીધો હતો.
હાર્દિક પટેલ સુરેન્દ્રનગરના વઢવાણના બલદાણા ગામ ખાતે કોંગ્રેસના ઉમેદવાર સોમા ગાંડા પટેલ માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યો હતો. તે દરમિયાન હાર્દિક પટેલની સભા ચાલી રહી હતી ત્યારે કોઈ અજાણ્યા શખ્સે સ્ટેજ પર જ હાર્દિકને લાથો મારી દીધો હતો ત્યાર બાદ હાર્દિક અને તેની વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતાં.