'જે લોકોએ પોતાના રાજ્યમાં કામ નથી કર્યુ તેઓ મારી ફિલ્મથી ડર્યા', પીએમ નરેન્દ્ર મોદી બેન થતાં ભડક્યા પ્રૉડ્યૂસર
abpasmita.in | 11 Apr 2019 04:21 PM (IST)
સંદીપ સિંહે કહ્યું કે, જે લોકોએ પોતાના રાજ્યમાં કામ નથી કર્યુ તે લોકો ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીનો વિરોધ કરી રહ્યા છે, તેઓ ડરે છે
મુંબઇઃ ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'ની રિલીઝ છેલ્લા ટાઇમે મોટા દાવમાં ફસાઇ ગઇ, ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી પુરી ના થાય ત્યાં સુધી ફિલ્મ પર બેન લગાવી દીધો છે. એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મના પ્રૉડ્યૂસર સંદિપ સિંહે મતદારોને પ્રભાવિત કરવાના આરોપ પર મૌન તોડ્યુ હતુ. સંદીપ સિંહે કહ્યું કે, ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી મતદારોને બીજેપી અને પીએમ મોદીના ફેવરમાં નથી કરતી, જો આવુ થતુ હોય તો બધી રાજકીય પાર્ટીએ કેમ્પેઇન બંધ કરીને ફિલ્મોજ ના બનાવે, આ રીતે મતદારો લોભાતા હોય તો. આ ખુબ સરલ છે. આ પ્રૉડ્યૂસરનુ કામ છે, મને એક સ્ટૉરી ગમી એટલે ફિલ્મ બનાવી. મને અલીગઢની કહાની પસંદ આવી, મને મેરી કૉમની કહાની પસંદ આવી, મને ત્યારે લોકોએ કંઇજ ના કહ્યું હવે વિરોધ કેમ? સંદીપ સિંહે કહ્યું કે, 'તો એ લોકો આ ફિલ્મને લઇને વિવાદ કેમ ઉભો કરી રહ્યાં છે? તેઓ દેશ અને પોતાના સંબંધિત રાજ્યો માટે કરેલા કામથી ખુશ કેમ નથી? તેમને પોતાના કામની ચિંતા કરવી જોઇએ ના કે અમારી ફિલ્મની.' સંદીપ સિંહે કહ્યું કે, જે લોકોએ પોતાના રાજ્યમાં કામ નથી કર્યુ તે લોકો ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીનો વિરોધ કરી રહ્યા છે, તેઓ ડરે છે.