મુંબઈઃ ફેશન સ્ટાઈલિસ્ટ અનાઈતા શ્રોફ અદજાનિયાના શો ‘ફીટ અપ વિધ ધ સ્ટાર્સ’માં બોલિવૂડ સ્ટાર જાહ્નવી કપૂર જોવા મળી હતી. આ દરમિયાન તેણે અનેક વસ્તુ પર ખુલીને વાત કરી હતી, જેની ચર્ચા સોશિયલ મીડિયામાં પણ થઈ રહી છે. આ દરિયાન જાહ્નવીએ પોતાના પરિવાર અને તેના ફેશન વિકલ્પો વિશે વાત કરી હતી.




જાહ્નવીએ પોતાના ક્રશ વિશે પણ વાત કીર હતી. થોડા સમય પહેલા જ ‘ધડક’ ફેમ એક્ટ્રેસ જાહ્નવી કપૂરે ખુલાસો કર્યો કે તે ઘણા લાંબા સમયથી રાજકુમાર રાવને પસંદ કરી રહી છે, અને તેણે રાજકુમાર પ્રત્યેનો પ્રેમ ઈન્સ્ટાગ્રામ પર પણ વ્યક્ત કર્યો છે.



જાહ્નવીએ તેમ પણ કહ્યું કે એક્ટરને ખબર નહોતી કે તે આ સાથે કેવી રીતે ડીલ કરે અને તે અજીબ લાગતું હતું. જાહ્નવીના કહેવા પ્રમાણે રાજકુમાર રાવે ઘણી કોમેન્ટ કરી હતી જ્યારે તેનું અકાઉન્ટ પબ્લિક માટે વેરિફાઈડ નહોતું. તે સમયે તેનું અકાઉન્ટ પ્રાઈવેટ હતું.



જાહ્નવી હાલ ગુંજન સકસેનાની બાયોપિકનું શૂટિંગ કરી રહી છે. આ સિવાય તે કરણ જોહરની ફિલ્મ ‘તખ્ત’ માટે પણ ટૂંક સમયમાં શૂટિંગ શરૂ કરશે.