પુલવામાનાં પોલિંગ બૂથ પર ગ્રેનેડ હુમલો, બૂથો પર લાગી લાંબી લાઈન
લોકસભા ચૂંટણી પહેલા સૌથી મોટો મુદ્દો બનીને સામેલ આવેલ પુલવામાં હુમલા પર રાજનીતિ હજુ પણ ચાલુ જ છે.
Continues below advertisement

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા સૌથી મોટો મુદ્દો બનીને સામેલ આવેલ પુલવામાં હુમલા પર રાજનીતિ હજુ પણ ચાલુ જ છે. ખાસ વાત એ છે કે આજે પાંચમાં તબક્કાના મતદાનમાં પુલવામાં પણ વોટિંગ ચાલુ છે. મતદાનની વચ્ચે પુલવામાના પોલિંગ બૂથ પર બ્લાસ્ટ થયાના સમાચાર છે. પુલવામાના રોહમૂ પોલિંગ બૂથ પર ગ્રેન્ડ બ્લાસ્ટ થયો છે.
આજે દેશની 51 સીટ પર મતદાન ચાલી રહ્યું છે, જેમાં જમ્મૂ કાશ્મીરના લદ્ધાખ અને અનંતનાગ સીટ સામેલ છે. અનંતનાગમાં આવનાર પુલવામાં સોમવારે સવારે જ મતદાતાઓની ભીડ પોલિંગ બૂથ પર જોવા મળી હતી. પુલવામાં હુમલાના બે મહિનાથી વધારે સમય થઈ ગયો છે, પરંતુ આતંકવાદને જડબાતોડ જવાબ આપતા અહીંના મતદાતા લોકતંત્રની ઉજવણી કરવા આવી પહોંચ્યા છે.
Continues below advertisement