નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ઈશા શર્મા આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. 10 વિકેટ લેનાર ઈશાંતે પોતાની ટીમ દિલ્હી કેપિટલ્સને પ્લેઓફમાં પહોંચવામાં તેમની મહત્ત્વની ભૂમિકા રહી છે. ગૌરવ કપૂરના વેબ શો બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સમાં ઈશાંતે ટીમ ઇન્ડિયા સાથે જોડાયેલ અનેક કિસ્સાઓ સંભળાવ્યા છે. ઈશાંતે જણાવ્યું કે તેની કિટ ચોરાઈ જવાને કારણે તેણે પોતાની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ મેચ ઝાહીર ખાનના જૂતા ઉધાર લઈને રમી હતી.




ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ થવાના સમયને યાદ કરતા ઇશાંતે કહ્યું હતું કે જ્યારે પ્રથમ વખત તેની ટીમ ઇન્ડિયામાં પસંદગી થઈ હતી ત્યારે વિરાટ કોહલી તેનો રૂમમેટ હતો. બંને સૌરાષ્ટ્ર સામે રણજી મેચ રમી રહ્યા હતા. બોલિંગ કરીને હું ઊંઘી ગયો હતો. તે ટીવી જોઈ રહ્યો હતો. તે લાતો મારીને મને જગાડી રહ્યો હતો. મેં કહ્યું થાક લાગ્યો છે મને ઊંઘવા દે. તેણે કહ્યું હતું કે તું ઇન્ડિયાનો પ્લેયર થઈ ગયો છે. બાદમાં મેં જોયું તો મારું નામ હતું.

બુમરાહને લઈને ઇશાંત શર્માએ કહ્યું હતું કે, બધા ફાસ્ટ બોલરો સાથે જ ખાવાનું ખાય છે પરંતુ જસપ્રીત બુમરાહ અલગ-અલગ રહે છે. તે હંમેશા રૂમમાં બંધ રહે છે અને કોઈને અંદર પણ આવવા દેતો નથી. ખબર પડતી નથી કે શું કરે છે.



મોહમ્મદ શમીને ઇશાંતે સૌથી આળસુ ગણાવ્યો હતો. ઇશાંતે કહ્યું હતું કે જ્યારે તે વાત કરે છે ત્યારે પણ આરામ-આરામથી બોલે છે. ઇશાંતે શમીના બોલવાના રીતને નકલ કરી હતી. જ્યારે તેને કહીએ છીએ કે એનર્જી લાવ, તો કહે છે કે શું કરશો એનર્જી લાવીને. તેને બિરયાની ખીલવો-મટન ખીલાવો, ઊંઘી જવા દો અને પછી પાછા ફરી ખવડાવો.