Punjab Election Result 2022 Live Updates: પંજાબમાં AAPની આંધીમાં દિગ્ગજો ઉડ્યા, 92 બેઠકો પર આપની જીત

Punjab Election Result 2022 Live: પંજાબ વિધાનસભા ચૂંટણીની મત ગણતરી ટૂંક સમયમાં શરૂ થશે. રાજ્યમાં મુખ્યત્વે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અકાલી દળ વચ્ચે જંગ છે.

gujarati.abplive.com Last Updated: 10 Mar 2022 09:07 PM
અમૃતસર પૂર્વ બેઠક પર નવજોત સિંહ સિદ્ધુ હાર્યા 

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ પંજાબની અમૃતસર પૂર્વ બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. અહીંથી આમ આદમી પાર્ટીના જીવન જ્યોત કૌરે ચૂંટણી જીતી છે. બંને વચ્ચે લગભગ 5 હજાર મતનો તફાવત હતો.

અરવિંદ કેજરીવાલે ભગવંત માનના ફોટા સાથે કર્યું ટ્વીટ 

પંજાબમાં ટ્રેન્ડમાં આમ આદમી પાર્ટીને મોટી લીડ મળ્યા બાદ પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે. ભગવંત માન સાથે પોતાની તસવીર શેર કરતા તેમણે લખ્યું કે, પંજાબના લોકોને આ ક્રાંતિ માટે ખૂબ ખૂબ અભિનંદન.





કેપ્ટન અમરિન્દર સિંહની પટિયાલા બેઠક પર હાર 

પંજાબની પટિયાલા બેઠક પરથી આમ આદમી પાર્ટીના અજીત પાલ સિંહ કોહલી જીત્યા છે, પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ લોક કોંગ્રેસના અધ્યક્ષ કેપ્ટન અમરિંદર સિંહ આ બેઠક પરથી હારી ગયા છે. કેપ્ટને ચૂંટણી પહેલા કોંગ્રેસથી અલગ થઈને પોતાની પાર્ટી બનાવી હતી.

ચન્ની બંને બેઠકો પર પાછળ 

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની તેમની બંને બેઠકો પર પાછળ ચાલી રહ્યા છે. ચન્ની આ વખતે ચમકૌર સિંહ સાહિબ અને ભદૌર વિધાનસભા એમ બે બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે. 

અમૃતસર પૂર્વ બેઠક પર AAP ઉમેદવાર આગળ, સિદ્ધુ બીજા નંબરે

પંજાબની હોટ સીટ પૈકીની એક અમૃતસર પૂર્વમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીવન જ્યોત કૌર આગળ ચાલી રહ્યા છે. બીજા નંબર પર કોંગ્રેસના નવજોત સિંહ સિદ્ધુ છે. અકાલી દળના બિક્રમજીત સિંહ મજીઠિયા ત્રીજા નંબર પર છે.

ભગવંત માન ટૂંક સમયમાં સીએમ પદના શપથ લેશે : રાઘવ ચઢ્ઢા

પંજાબમાં આમ આદમી પાર્ટીને 90થી વધુ સીટો પર લીડ મળી છે. ટ્રેન્ડને અનુસરીને આમ આદમી પાર્ટી ઉજવણી કરી રહી છે.  પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું છે કે ભગવંત માન ટૂંક સમયમાં સીએમ પદના શપથ લેશે, પંજાબના લોકોએ AAPને તક આપવાનું મન બનાવી લીધું છે.

AAPના સીએમ ઉમેદવાર ભગવંત માનના ઘરની બહાર ઉજવણી શરૂ થઈ ગઈ

પંજાબના પ્રારંભિક વલણોમાં આમ આદમી પાર્ટીએ પંજાબમાં બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ ઉજવણી શરૂ કરી દીધી છે. સંગરુરમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માનના ઘરની બહાર લોકો ઉજવણી કરી રહ્યાં  છે.

AAP કોંગ્રેસનો વિકલ્પ : રાઘવ ચઢ્ઢા

આમ આદમી પાર્ટીના પંજાબના સહ-ઈન્ચાર્જ રાઘવ ચઢ્ઢાએ પરિણામો પર કહ્યું કે, અમે આમ આદમી  છીએ, પરંતુ જ્યારે આમ આદમી ઉભો થાય છે ત્યારે સિંહાસન હલી જાય છે. આજનો દિવસ ભારતના ઈતિહાસમાં મહત્વનો દિવસ છે, કારણ કે આમ આદમી પાર્ટી અન્ય રાજ્યમાં સરકાર બનાવી રહી છે, પરંતુ એટલા માટે કે AAP એક રાષ્ટ્રીય દળ બની રહી છે. આમ આદમી પાર્ટી કોંગ્રેસનો વિકલ્પ હશે.

સીએમ ચન્ની, કેપ્ટન અમરિંદર સિંહ અને સિદ્ધુ પાછળ

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પણ ચમકૌર સિંહ સાહિબ બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે. તેમના સિવાય કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ પણ પાછળ છે.

નવજોત સિંહ સિદ્ધુ અમૃતસર પૂર્વ બેઠક પરથી પાછળ 


કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ પંજાબની અમૃતસર પૂર્વ બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે. શરૂઆતના ટ્રેન્ડમાં સિદ્ધુ આગળ હતા, પરંતુ હવે બીજા રાઉન્ડની મતગણતરી બાદ તેઓ પાછળ પડી ગયા છે. બીજી તરફ અકાલી દળના મજીઠિયા ત્રીજા નંબર પર છે.

આમ આદમી પાર્ટીએ ટ્રેન્ડમાં બહુમતીનો આંકડો પાર કર્યો

પંજાબ વિધાનસભા ચૂંટણીના ટ્રેન્ડમાં આમ આદમી પાર્ટીએ બહુમતનો આંકડો પાર કરી લીધો છે. આમ આદમી પાર્ટી હાલમાં 64 સીટો પર આગળ છે. પંજાબ વિધાનસભામાં કુલ 117 બેઠકો છે, સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 59 બેઠકો જીતવી જરૂરી છે. 

પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહ પાછળ, AAP ઉમેદવાર આગળ

કોંગ્રેસથી અલગ થઈને પોતાની પાર્ટી બનાવીને ચૂંટણી લડી રહેલા કેપ્ટન અમરિંદર સિંહ પાછળ ચાલી રહ્યા છે. તેમને અત્યાર સુધીમાં 1364 વોટ મળ્યા છે, જ્યારે તેમની સામે ચૂંટણી લડી રહેલા AAP ઉમેદવાર અજીત પાલ કોહલી 4939 વોટ સાથે આગળ ચાલી રહ્યા છે.

AAP આગળ, કોંગ્રેસ સતત ટક્કર આપી રહી છે

પંજાબમાં આમ આદમી પાર્ટી વલણોમાં આગળ છે, પરંતુ કોંગ્રેસ સતત ટક્કર આપી રહી  છે. કુલ 117 સીટોમાંથી કોંગ્રેસ 37 સીટો પર આગળ છે જ્યારે આમ આદમી પાર્ટી 48 સીટો પર આગળ ચાલી રહી છે. શિરોમણી અકાલી દળ 17 સીટો પર લીડ જાળવી રહ્યું છે. જ્યારે ભાજપ ગઠબંધન 6 બેઠકો પર આગળ છે.

પંજાબમાં AAP કાર્યકરોની ઉજવણી, પાર્ટી 45 બેઠકો પર આગળ AAP 

પંજાબમાં શરૂઆતી વલણો સામે આવ્યા બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પણ જીતની ઉજવણી શરૂ કરી દીધી છે. અહીં આમ આદમી પાર્ટી 45 સીટો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 32 સીટો પર આગળ છે.

પંજાબના અમૃતસર પૂર્વથી નવજોત સિંહ સિદ્ધુ આગળ 

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ પંજાબની અમૃતસર પૂર્વ બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે. બીજી તરફ અકાલી દળના બિક્રમજીત સિંહ મજીઠિયા પાછળ ચાલી રહ્યા છે.

આમ આદમી પાર્ટી 34 સીટો પર આગળ

પંજાબમાં આમ આદમી પાર્ટી સતત આગળ વધી રહી છે. ટ્રેન્ડમાં હવે આમ આદમી પાર્ટીને 34 સીટો પર લીડ મળી છે જ્યારે કોંગ્રેસ 20 સીટો પર આગળ છે. અકાલી દળને 7 સીટો પર લીડ મળતી દેખાઈ રહી છે.

પંજાબમાં AAP 28 સીટો પર આગળ છે

પંજાબમાં આમ આદમી પાર્ટી ઝડપથી પ્રગતિ કરી રહી છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં પાર્ટીને 28 સીટો પર લીડ મળી છે જ્યારે કોંગ્રેસ 18 સીટો પર આગળ ચાલી રહી છે.

શરૂઆતી ટ્રેન્ડમાં આમ આદમી પાર્ટી 11 સીટો પર આગળ

પંજાબ ચૂંટણીના શરૂઆતી વલણોમાં હવે આમ આદમી પાર્ટીને ધાર મળી રહી છે. AAP 11 સીટો પર આગળ છે. બીજી તરફ કોંગ્રેસને 10 સીટો પર લીડ છે. અકાલી દળે બે સીટો પર લીડ બનાવી છે.

પંજાબની ચૂંટણીનો પહેલો ટ્રેન્ડ સામે આવ્યો

પંજાબ વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ ટ્રેન્ડ આવવા લાગ્યા છે. જેમાં શિરોમણી અકાલી દળ 1 સીટ પર આગળ છે.

બ્રેકગ્રાઉન્ડ

Punjab Election Result 2022 Live: પંજાબમાં ચાલી રહેલી ચૂંટણીના ઘમાસાણમાં આજે પરિણામોનો વારો છે. રાજ્યની તમામ 117 વિધાનસભા બેઠકો પર મતગણતરી માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન, પંજાબમાં સત્તારૂઢ કોંગ્રેસને અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટી (AAP) તરફથી સખત પડકારનો સામનો કરવો પડ્યો. એક્ઝિટ પોલના પરિણામોમાં AAP સરકાર બનાવતી જોવા મળી રહી છે. જો કે કોંગ્રેસના પંજાબ યુનિટના નેતાઓ પાર્ટીની જીતનો દાવો કરી રહ્યા છે. તે જ સમયે, આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માનએ પણ દાવો કર્યો છે કે તેમના નેતૃત્વમાં સરકાર બનશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.