Punjab Election Results 2022: પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તમામ પક્ષોને હરાવીને ધમાકેદાર જીત મેળવી છે. ગત વખતની સરખામણીમાં આ વખતે પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. બીજી તરફ કોંગ્રેસની હાર થઈ છે. પંજાબમાં કુલ 117 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીએ 92 બેઠકો જીતી છેઆવો જાણીએ આ ચૂંટણીમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળી છે.






કોની પાસે કેટલી સીટો છે?


પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સિવાય કોંગ્રેસને 18, શિરોમણી અકાલી દળને ત્રણ, ભાજપ અને બસપાને એક-એક સીટ મળી છે. આ સાથે એક સીટ પણ અપક્ષના ખાતામાં આવી છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 40.01 ટકા વોટ મળ્યા જ્યારે કોંગ્રેસને 22.98 ટકા વોટ મળ્યા. આ સિવાય બીજેપીને 6.60 ટકા અને બસપાને 1.77 ટકા વોટ મળ્યા છે.


પંજાબમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે અમે પંજાબને પ્રેમ કરીએ છીએ. તેમણે સત્તા પરિવર્તનને મોટી ક્રાંતિ ગણાવી હતી. ભગત સિંહને ટાંકીને અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આઝાદી મળ્યા પછી સિસ્ટમ બદલાઈ નથી, માત્ર અંગ્રેજોને દેશમાંથી ભગાડવામાં આવશે તો કંઈ નહીં થાય. તેમણે કહ્યું કે 75 વર્ષથી પાર્ટીઓ બ્રિટિશ સિસ્ટમ ચલાવી રહી છે.


 


સરકારે લૉન્ચ કરેલી UPI123Pay શું છે, નાના લોકોને પૈસા ટ્રાન્સફર કરવામાં કઇ રીતે કરે છે મદદ, જાણો આખી પ્રૉસેસ.............


Holashtak 2022: આજથી હોળાષ્ઠક શરૂ,આ શુભ કાર્ય કરવા વર્જિત, જાણો ક્ઇ તારીખથી કરી શકશો માંગલિક કાર્ય


તમારું આધાર કાર્ડ તમને છેતરપિંડીથી બચાવશે, બસ આ કામ કરવું પડશે


શ્રીલંકા સામેની ડે-નાઇટ ટેસ્ટમાં આ બે ઘાતક ખેલાડીઓને રમાડશે રોહિત શર્મા, કોની જગ્યાએ કોને લેવાશે ?