રાહુલ ગાંધીના આ નિવેદન પર અકળાયેલી બીજેપી સીધી ચૂંટણી પંચમાં પહોંચી છે. બીજેપીએ આ નિવેદનને આપત્તિજનક ગણાવ્યુ છે. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીના નેતૃત્વ વાળી બીજેપીના પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરીને રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. બીજેપીએ રાહુલ ગાંધી પર જાતિ વિશેષના લોકોને અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો હતો.
મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ અને નાંદેડ લોકસભા બેઠક પરના કોંગ્રેસ ઉમેદવાર અશોક ચવ્હાણના પક્ષમાં ચૂંટણી રેલીની સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ નિશાન તાક્યુ હતુ. રાહુલ ગાંધીએ બિઝનેશમેન નિરવ મોદી અને લલિત મોદીના નામને લઇને બીજેપીને ઘેરી હતી.