નવી દિલ્હીઃ કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ મામલા પર સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો છે. રાહુલ ગાંધીએ કોર્ટમાં કહ્યું કે, તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્તેજનામાં આ પ્રકારનું નિવેદન આપ્યું હતું જેના માટે તમને દુખ છે. રાહુલને રાફેલ મામલામાં વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે, હવે તો સુપ્રીમ કોર્ટે પણ કહી દીધું છે કે ચોકીદાર ચોર છે. રાહુલના આ નિવેદન બાદ ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ અરજી દાખલ કરી રાહુલ ગાંધી વિરુદ્ધ કોર્ટની અવમાનનાની ફરિયાદ દાખલ કરી હતી.


સુપ્રીમ કોર્ટે કોગ્રેસ અધ્યક્ષ વિરુદ્ધ કોર્ટની અવમાનના કરવા પર આ નોટિસ જાહેર કરી હતી. ભારતીય જનતા પાર્ટીના નેતા મીનાક્ષી લેખીએ સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. અવમાનની નોટિસના જવાબમાં રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, હું માનું છું કે સુપ્રીમ કોર્ટે ક્યારેય નથી કહ્યુ કે ચોકીદાર ચોર છે. મારા દ્ધારા આ પ્રકારનું નિવેદન ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્તેજનામાં આપ્યું હતું.

રાહુલ ગાંધીએ આ મામલામાં અંડરટેકિંગ આપતા કહ્યું કે, ભવિષ્યમાં જાહેરમાં હું ક્યારેય કોઇ પણ એવી ટિપ્પણી નહી કરું જ્યાં સુધી કોર્ટમાં આ પ્રકારની વાત રેકોર્ડમાં ના આવી હોય. સાથે તેમણે કહ્યું કે, મારા શબ્દોને વિરોધીઓએ ખોટી રીતે રજૂ કરી છે.

ગયા 15 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજીની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ માન્યું કે અમે ક્યારેય એવું નિવેદન આપ્યું નથી. અમે આ મામલે સ્પષ્ટતા માંગીશું. અમે એ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે જે પણ વિચાર કોર્ટને લઇને મીડિયામાં કહેવામાં આવ્યા છે તે પુરી રીતે ખોટા છે.

રાહુલ ગાંધી પોતાની ચૂંટણી રેલીઓ દરમિયાન વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા ચોકીદાર ચોર છેના નારા લગાવી રહ્યા છે. રાહુલ ગાંધીનો આરોપ છે કે વડાપ્રધાન મોદીએ રાફેલ ડીલમાં કૌભાંડ કર્યું છે અને અનિલ અંબાણીને લગભગ 30 હજાર કરોડ રૂપિયાનો ફાયદો પહોંચાડ્યો છે.