રાહુલ ગાંધીને લાગ્યો ભજનનો રંગ, કૉંગ્રેસ ઉમેદવારે સભામાં ભજન ગાતા રાહુલે વીડિયો બનાવી શેર કર્યો
abpasmita.in | 11 May 2019 04:50 PM (IST)
મધ્યપ્રદેશના દેવાસ લોકસભા ક્ષેત્રમાં કૉંગ્રેસના ઉમેદવાર પ્રહલાદ ટિપાનિયા ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેઓ પોતાના ચૂંટણી પ્રચારમાં લોકગીતો અને ભજનનો ઉપયોગ કરી રહ્યા છે. આજે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ પ્રહલાદ ટિપાનિયાના ભજનનો રંગ લાગ્યો હતો.
ભોપાલ: મધ્યપ્રદેશના દેવાસ લોકસભા ક્ષેત્રમાં કૉંગ્રેસના ઉમેદવાર પ્રહલાદ ટિપાનિયા ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેઓ પોતાના ચૂંટણી પ્રચારમાં લોકગીતો અને ભજનનો ઉપયોગ કરી રહ્યા છે. આજે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ પ્રહલાદ ટિપાનિયાના ભજનનો રંગ લાગ્યો હતો. દેવાસમાં કૉંગ્રેસના ઉમેદવાર પ્રહલાદ ટિપાનિયાએ 'જરા ધીરે ગાડી હાંકો' ભજન ગાવાનું શરૂ કર્યું, રાહુલ ગાંધીએ તેમના મોબાઈલમા આ વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. ત્યારબાદ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો હતો. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સ્ટેજ પર પહોંચ્યા ત્યારે કૉંગ્રેસના ઉમેદવાર પ્રહલાદ ટિપાનિયાએ કહ્યું, 19 મેના પંજાના બટનને દબાવી કૉંગ્રેસને વિજયી બનાવો. રાહુલ ગાંધીએ તેમને કહ્યું તેમને ગાવા માટે કહ્યું હતું. પ્રહલાદ ટિપાનિયાએ 'હલ્કે ગાડી હાંકો, મેરે રામ ગાડી વાલે' ભજન ગાવાનું શરૂ કર્યું હતું. આ ભજન દરમિયાન રાહુલ ગાંધીએ આનંદ લેતા તેનો વીડિયો બનાવ્યો હતો અને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. પ્રિયંકા ગાંધી વારાણસીમાં ક્યારે કરશે રોડ શો, જાણો વિગત