નવી દિલ્હીઃ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનની ભૂમિકા ભજવનાર દિશા વાકાણીએ 2017માં મેટરનિટી લીવ લીધી હતી. ત્યારથી દિશા શોમાં પરત ફરી નથી. તેણે સીરિયલમાંથી ગાયબ થયે પૂરા બે વર્ષ થઈ ગયા છે. થોડા મહના પહેલા જ એક્ટ્રેસેને લઈને અહેવાલ આવ્યા હતા કે તે શો છોડી રહી છે. પરંતુ ફરીથી અહેવાલ છે કે તે કમબેક કરી શકે છે.


ત્યારે દિશાએ હવે એક નવી તસવીર શેર કરી છે જેને લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે. દિશા વાકાણી આ તસવીરમાં તારક મેહતાના ઉલ્ટા ચશ્માની કો સ્ટાર નેહા મેહતાની સાથે જોવા મળી રહી છે. સીરિયલમાં નેહા અંજલી મેહતાની ભૂમિસા ભજવી રહી છે. તસવીરમાં બન્ને એક્ટ્રેસ એકસાથે પોઝ આપતી જોવા મળી રહી છે. દિશા વાકાણીએ તસવીર શેર કરતાં લખ્યું, ‘અંજલીની સાથે દયા’. હવે આ તસવીર બાદ નવી અટકળો શરૂ થઈ ગઈ છે.



અટકળો છે કે શું દયાબેન વાપસી કરી રહી છે? શું દિશાએ શૂટિંગ પર પરત ફર્યા બાદની તસવીર છે? આવા અનેક સવાલ ફેન સોશિયલ મીડિાય પર પૂછી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ કહ્યું હતું કે, જો દિશા શોમાં વાપસી કરે છે તો ઓડિયન્સ તેને ખૂબ પ્રેમ કરશે. અમે દયાની વાપસી માટે તેનો સંપર્ક કરવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે અમારા કોલ્સનો જવાબ આપી રહી ન હતી. જોકે હવે આ તસવીરનું સત્ય શું છે તે દિશા જ જાણે છે.