અલવર: વડાપ્રધાન મોદીએ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. રેલી દરમિયાન પીએમ મોદીએ કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ રામ મંદિરને લઈને કહ્યું કૉંગ્રેસે કોર્ટની ન્યાય પ્રક્રિયામાં દખલ આપે છે. પીએમ મોદીએ કહ્યું કે કૉંગ્રેસના નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર પર સુનાવણી ટાળવાનું કહ્યું હતું. કૉંગ્રેસના નેતા અને સિનિયર વકીલ કપિલ સિબ્બલે 2019 ચૂંટણી સુધી મંદિર મુદ્દા પર સુનાવણી ટાળવા કહ્યું હતું. કારણ કે 2019માં ચૂંટણી છે.
મોદીએ કહ્યું દેશના ન્યાયતંત્રને આ પ્રકારે રાજનીતિમાં લાવવું યોગ્ય નથી. તેઓએ કહ્યું જ્યારે સુપ્રીમ કોર્ટના કોઈ ન્યાયાધીશ અયોધ્યા જેવા ગંભીર સંવેદનશીલ મુદ્ધા પર દેશને ન્યાય આપવાની દિશાના બધાને સાંભળવા જઈ રહ્યા હતા ત્યારે કૉંગ્રેસના રાજ્યસભા સાંસદ અને વકીલ સપ્રીમ કોર્ટના જજો વિરુદ્ધ મહાભિયોગ લાવીને તેઓને ડરાવી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, કૉંગ્રેસ નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલ સિબ્બલ સુન્ની વક્ફ બોર્ડ તરફથી રજૂ થતાં અયોધ્યા મામલે પર 2019 ચૂંટણી સુધી સુનાવણી ટાળવાની અપીલ કરી હતી.
પીએમ મોદી રેલી દરમિયાન કૉંગ્રેસ જાતિવાદ ફૈલાવવાનો આરોપ લગાવ્યો છે. મોદીએ કહ્યું કે કૉંગ્રેસમાં વિકાસની વાત કરવાની હિંમત નથી. તેથી ચૂંટણી દરમિયાન મોદીની જાતિને ચૂંટણી મુદ્દો બનાવી રહી છે. તેઓએ કહ્યું કે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને ભારત રત્ન ના આપવાનો કૉંગ્રેસની જાતિવાદી માનસિકતા ગણાવતા કહ્યું કે જાતિવાદનું ઝેર કૉંગ્રેસની લોહીમાં છે. જ્યારે ભારતનો આ નેતા વિદેશ જાય છે ત્યારે દુનિયા તેની જાતિ નહીં, સવા સૌ કરોડ હિંદુસ્તાની દેખાઈ છે.