રાજકોટ: ગુજરાતમાં 26 બેઠકો પર લોકસભાની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી મતદાન મથકે પહોંચ્યા હતા ત્યારે રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા રૂપાણીને પગે લાગીને આશીર્વાદ લીધાં હતા. આ સમયે ઉપસ્થિત લોકોમાં આશ્ચર્યુ સર્જાયું હતું.

રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના આશિર્વાદ લીધા હતા અને આ દ્રશ્યો જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતાં. વડીલોના આશિર્વાદ લેવા એ સંસ્કાર માની લલિત કગથરાએ મુખ્યમંત્રી રૂપાણીને પગે લાગ્યા હતા અને આશિર્વાદ લીધાં હતાં.

રાજકોટની અનિલજ્ઞાન શાળામાં CM વિજય રૂપાણી અને પત્ની અંજલી રૂપાણીએ મતદાન કર્યું હતું. વિજય રૂપાણીએ લાઈનમાં ઊભા રહીને સામાન્ય વ્યક્તિની જેમ મતદાન કર્યુ હતું.