અમદાવાદ: આજે લોકસભા ચૂંટણી માટેના ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે, જેમાં ગુજરાત લોકસભાની 26 બેઠકોનો પણ સમાવેશ થાય છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે મતદાનના આગલા દિવસે જ ગુજરાત પધાર્યા હતાં. ગાંધીનગરમાં રાજભવનમાં નરેન્દ્ર મોદી રાત્રિ રોકાણ કર્યું હતું.



આજે વહેલી સવારે મતદાન કર્યા પહેલાં જ નરેન્દ્ર મોદી માતા હિરાબાને મળવાં પહોંચ્યા હતાં. નરેન્દ્ર મોદીએ માતાના આશિર્વાદ લીધાં હતાં. નરેન્દ્ર મોદીએ માતા સાથે 20 મીનિટ જેટલી વાતચીત કરી હતી. ત્યાર બાદ માતા હીરાબાએ પુત્ર નરેન્દ્ર મોદીને શ્રીફળ અને ચૂંદડી આપી હતી જે લઈને નરેન્દ્ર મોદી લઈને ચાલીને સોસાયટીના ગેટ સુધી ચાલીને બહાર આવ્યા હતાં.

માતા હીરાબા જ્યાં રહે છે ત્યાંના લોકો નરેન્દ્ર મોદીને જોવા માટે ઘરની બહાર આવી ગયા હતાં. જ્યારે સોસાયટીની બહાર જ નરેન્દ્ર મોદીને જોવા માટે લોકોના ટોળાં વળ્યાં હતાં. સોસોયટીમાં મોદી મોદીના નારા લાગ્યા હતાં.