યુપીના બુલંદશહેરમાં એક રેલીને સંબોધિત કરતાં રાજનાથે કહ્યું કે, જ્યાં સુધી દેશમાં કોંગ્રેસનું શાસન રહ્યું, નિરવ મોદી, વિજય માલ્યા અને મેહુલ ચોક્સી ભારત છોડીને ના ભાગ્યા. પણ જ્યારે તેઓ સત્તામાંથી બહાર થયા અને નવો 'ચોકીદાર' આવ્યો, એક ચૌકન્નો ચૌકીદાર તો ભારત છોડીને બીજા દેશોમાં ભાગી ગયા.
નોંધનીય છે કે, વિજય માલ્યા, નિરવ મોદી, મેહુલ ચોક્સી પર ભારતમાં અનેક પ્રકારનો ગોટાળાનો આરોપ લાગેલો છે. દેશની કાયદા પ્રક્રિયાથી બચવા માટે ભાગીને વિદેશોનું શરણ લઇ લીધુ છે.