નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ બ્લોગ લખ્યો છે. અડવાણી કહ્યું, 'મારા માટે પહેલા દેશ, પછી પાર્ટી અને અંતમાં હું'. અડવાણીએ જણાવ્યું કે ભારતીય લોકતંત્ર વિવિધતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સમ્માન કરે છે.


જે અમારા વિચારોથી સહમત નથી થયા તેને ભાજપ ક્યારેય પોતાનો રાજનીતિક દુશ્મન નથી ગણ્યો. જ્યાં સુધી રાષ્ટ્રવાદનો સવાલ છે અમે ક્યારેય પણ એવા લોકોને એન્ટી નેશનલ નથી કહ્યાં જે અમારા રાજનીતિક વિચારોથી સહમતી નથી રાખતા. પાર્ટીએ દરેક નાગરિકને પોતાના વિચારો રાખવાની આઝાદી આપી છે ભલે તે ખાનગી સ્તરે હોય કે રાજનીતિક મંચ પર.


ભાજપના સ્થાપના દિવસ પર લાલકૃષ્ણ અડવાણીએ પોતાના બ્લોગમાં લખ્યું કે હું કાઇ લખવાની શરૂઆત કરું એ પહેલા હું ગાંધીનગરના લોકોનો આભાર વ્યક્ત કરું છું. જેઓએ 1992 બાદથી છ વખત મને લોકસભા માટે ચૂંટ્યો. તેમના પ્રેમ અને સમર્થનનો હંમેશા હું ઋણી રહીશ.