પટનાઃ લોકસભા ચૂંટણી 2019ની પરીક્ષા શરૂ થઇ ગઇ છે. નેતાઓએ રેલીઓને સંબોધવાનુ શરૂ કરી દીધુ છે. બિહારમાં એક રેલીને સંબોધન કરતાં ગૃહમંત્રી રાજનાથ સિંહ મુશ્કેલીમાં મુકાઇ ગયો હતો. અહીં ખેડૂતોએ જાહેરસભામાં ખેડૂતોને 2000 રૂપિયા નથી મળી રહ્યાં કહ્યું હતું.


રાજનાથ સિંહ બુધવારે બિહારની પૂર્ણિયા બેઠક પર એનડીએ માટે પ્રચાર કરી રહ્યાં હતા. રેલીને સંબોધન કરતાં કરતાં રાજનાથે પોતાના ભાષણમાં ખેડૂતોને પુછ્યુ, શું તમારા તમારા ખાતામાં પૈસા આવ્યા, કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તો મળ્યો? તો ખેડૂતોએ જવાબ આપ્યો કે ‘નથી મળ્યો’.



ત્યારબાદ સભામાં ‘ના... ના...’ બોલીને બૂમો પાડતા લોકોને રાજનાથ સિંહે હાથ નીચે કરીને કહ્યું કે, જેને પણ પૈસા મળ્યા હોય તે હાથ ઉંચો કરે. જોકે, રાજનાથ સિંહે મંચ પર બેઠેલા લોકોને પુછ્યુ કે ખરેખર ખેડૂતોને પૈસા નથી મળ્યા.

બિહારની રેલી ગૃહમંત્રી માટે મુશ્કેલીમાં પડી હતી, ખેડૂતો અને લોકો રેલીમાં નારાજ દેખાયા હતા.