નવી દિલ્હીઃ આઈપીએલ 2019ની 18મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબને ચેન્નઇ સુપર કિંગ્સે 22 રનથી હાર આપી હતી. આ અગાઉ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ચેન્નઇ સુપર કિંગ્સે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 160 રન બનાવ્યા હતા.જેના જવાબમાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 138 રન જ કરી શકી હતી. પંજાબ તરફથી સરફરાઝખાને 67 રન બનાવ્યા હતા તે સિવાય લોકેશ રાહુલે પણ 47 બોલમાં 55 રનની ઇનિંગ રમી હતી.
સીએસકેએ પ્રથમ વખત શાનદાર શરૂઆત કરી હતી. ઓપનર વોટસન અને ફાફ ડુપ્લેસિસે પ્રથમ વિકેટ માટે 56 રનની ભાગીદારી કરી હતી. ડુપ્લેસિસે 38 બોલમાં 54 રનની ઈનિંગ રમી હતી. ધોની 23 બોલમાં 37 અને રાયડૂ 15 બોલમાં 21 રન ફટકારી નોટ આઉટ રહ્યા હતા. કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી ત્રણેય વિકેટ કેપ્ટન અશ્વિનને મળી હતી.
IPL 2019: ચેન્નઈ સુપરકિંગ્સને લાગ્યો મોટો ઝાટકો, બે સપ્તાહ માટે આ ખેલાડી ટીમમાંથી થયો બહાર, જાણો શું છે કારણ....