Lok Sabha Election Live: ગુજરાતનું ઋણ ક્યારેય ન ભુલી શકુ, મને પ્રથમવાર ધારાસભ્ય સૌરાષ્ટ્રે બનાવ્યોઃPM મોદી

એક બાજુ ગુજરાત લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એક બાજું ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે તો બીજી તરફ 15થી વધુ રાજવી પરિવારે ભાજપને સમર્થન જાહેર કર્યું છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 02 May 2024 03:09 PM

બ્રેકગ્રાઉન્ડ

Lok Sabha Election Live:  લોકસભાની ચૂંટણીને જીતવા માટે પીએમ મોદી બે દિવસ ગુજરાતમાં ઝંઝાવાતી સભા યોજી રહ્યાં છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજ હજુ પણ રૂપાલાના નિવેદનના કારણે ભાજનનો વિરોધ...More

થોડીવારમાં પ્રધાનમંત્રી મોદી પહોંચશે જૂનાગઢ

થોડીવારમાં પ્રધાનમંત્રી મોદી જૂનાગઢ પહોંચશે. જૂનાગઢમાં પીએમ મોદી ચૂંટણી સભા ગજવશે. આ પહેલા  ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ  સભા સ્થળે પહોંચ્યા. પીએએમ મોદી બુધવારથી ગુજરાતના પ્રવાસે છે. આજે સુરેન્દ્રનગર, આણંદમાં સભાને સંબોધી.પીએમ મોદીએ ચૂંટણી સભામાં કોંગ્રેસ પર આકરા વાર કરતા મોદી સરકારનાના વિકાસના કાર્યો ગણાવ્યા હતા. જૂનાગઢ તેઓ જામનગરમાં જનસભાને સંબોધશે