નવી દિલ્હીઃ આઇપીએલ સિઝન 12ની દિલ્હી અને પંજાબ વચ્ચે રમાયેલી મેચમાં એક મોટો રેકોર્ડ બન્યો છે. પંજાબની ટીમે દિલ્હી કેપિટલ્સને 14 રનથી હારવ્યુ, આ મેચમાં સૌથી મોટો ફાળો સેમ કુરેનનો રહ્યો.




સેમ કુરેનને 2.2 ઓવરમાં માત્ર 11 રન આપીને દિલ્હીના 4 ખેલાડીઓને પેવેલિયન ભેગા કર્યા હતા, આ દરમિયાન સેન કુરેને આઇપીએલ 12ની પહેલી હેટ્રિક પણ પોતાના નામે કરી હતી. આ સાથે જ સેમ કુરેન આઇપીએલમાં સૌથી નાની ઉંમરે હેટ્રિક લેનારો ખેલાડી બની ગયો હતો.



કુરેને મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માનો રેકોર્ડ તોડતા 20 વર્ષ અને 302 દિવસમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી લીધી હતી. આ પહેલા આ રેકોર્ડ રોહિત શર્માના નામે હતો, તેને 22 વર્ષ, 6 દિવસમાં આ કારનામું કર્યુ હતુ.

દિલ્હીએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં પંજાબની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ 19.2 ઓવરમાં 152 રને જ સમેટાઇ ગઇ હતી. આ સાથે પંજાબની ટીમ 14 રનથી જીતી ગઇ હતી.