લખનઉઃ ઉત્તરપ્રદેશ બહુજન સમાજવાદી પાર્ટીની સાથે ગઠબંધન કરીને લોકસભા ચૂંટણી લડી રહેલી સમાજવાદી પાર્ટીએ મિર્જાપુર લોકસભા બેઠક પર પોતાના જાહેર કરેલા ઉમેદવારને બદલી નાંખ્યા છે. ઉમેદવારનું નામ બદલી દેવામાં આવ્યુ છે. પહેલા મર્જાપુર બેઠક પરથી અખિલેશે સપાના ઉમેદવાર તરીકે રાજેન્દ્ર એસ. વિન્દને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. પણ હવે રામ ચરિત્ર નિષાદને અહીંથી ઉતારવામાં આવ્યા છે.



મિર્જાપુર લોકસભા બેઠક પર કોંગ્રેસે લાલીતેશ પતિ ત્રિપાઠી અને સુહેલદેવ ભારતીય જનતા પાર્ટીએ ઇન્સ્પેક્ટર બિયારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટી રાજ્યની 80 લોકસભા બેઠકોમાંથી 36 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.


ત્રીજા તબક્કામાં લોકસભાની 117 બેઠકો પર 1630થી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરાલાની વાયનાડ બેઠક પરથી કિસ્મત અજમાવી રહ્યાં છે.