નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp સ્ટેટસ ફિચરના ડૂડલ મેકર ઓપ્શનમાં ઓફિશિયલ ઇમોજીનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. WABetainfo ની રિપોર્ટ અનુસાર WhatsApp 2.19.106 બીટા વર્ઝનમાં વૉટ્સએપે ડૂડલ મેકરમાંથી જુની ઇમોજી હટાવવાનો નિર્ણય કર્યો છે.
WhatsAppના 2.19.110 વર્ઝનમાં નવું ડૂડલ યૂઝર ઇન્ટરફેસ આપવામાં આવ્યુ છે અને ઇમેજ એડિટરમાં આને યૂઝ કરવામાં આવી શકે છે. જોકે આ ઇમોજી વૉટ્સએપ ઇન્ટરફેસથી અલગ છે. આ ઉપરાંત વૉટ્સએપના કેટલાક નવા ઓફિશિયલ સ્ટીકર્સ પણ આવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, થોડાક સમય પહેલા વૉટ્સએપ સ્ટિકર્સ ખુબ પૉપ્યૂલર થઇ રહ્યાં છે અને આમાં થર્ડ પાર્ટીનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. વૉટ્સએપના કેટલાક ફિચર્સ ફેસબુક મેસેન્જરથી ઇન્સ્પાયર છે કેમકે વૉટ્સએપ હવે ફેસબુકની જ કંપની છે.
વૉટ્સએપે તાજેતરમાં જ 30 ઓડિયો ફાઇલ એકસાથે સેન્ડ કરવાનો ઓપ્શન આપ્યુ છે. આમાં પહેલાવારમાં યૂઝર્સ માટે એક જ વીડિયો સેન્ડ કરી શકતો હતો. આની સાથે હવે કંપની એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે બાયૉમેટ્રિક ઓથેન્ટિકેશન ફિચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે.
વૉટ્સએપે પહેલા જ આઇફોન માટે બાયૉમેટ્રિક ઓથેન્ટિકેશનનો સપોર્ટ આપ્યો છે એટલે કે એપલ આઇફોન યૂઝર્સ ટચ આઇડી અને ફેસ આઇડી વૉટ્સએપ અનલૉક કરી શકે છે. હવે ટુંકસમયમાં એન્ડ્રોઇડ યૂઝર્સ માટે પણ આ ટચ આઇડી અને ફેસ આઇડી વૉટ્સએપ અનલૉક કરી શકે છે. હવે આ સપોર્ટ એન્ડ્રોઇડ યૂઝર્સને મળી શકે છે.
WhatsAppના આ નવા ફિચર્સ તમારા માટે થયા ફાયદાકારક, જાણો વિગતે
abpasmita.in
Updated at:
22 Apr 2019 02:27 PM (IST)
WhatsAppના 2.19.110 વર્ઝનમાં નવું ડૂડલ યૂઝર ઇન્ટરફેસ આપવામાં આવ્યુ છે અને ઇમેજ એડિટરમાં આને યૂઝ કરવામાં આવી શકે છે. જોકે આ ઇમોજી વૉટ્સએપ ઇન્ટરફેસથી અલગ છે. આ ઉપરાંત વૉટ્સએપના કેટલાક નવા ઓફિશિયલ સ્ટીકર્સ પણ આવી રહ્યાં છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -