સંઘમિત્રાએ એફિડેવિટમાં જણાવ્યું કે, તેની પાસે રિવૉલ્વર, રાઇકલ અને બે બંદૂક છે. આ ઉપરાંત એક કરોડથી વધારે રકમની વીમા પોલિસી દર્શાવી છે. આ રીતે તેની કુલ સંપત્તિ 2.34 કરોડથી વધારે હોવાનું જણાવ્યું છે. તેની પર આચાર સંહિતા ઉલ્લંઘનના બે મામલા છે.
સંઘમિત્રાએ બધી જાણકારી આપી પરંતુ પરણિત હોવાની માહિતી ઉમેદવારી પત્રમાં નથી દર્શાવી. આ વાત છુપાવવા પાછળ માનવામાં આવી રહ્યું છે કે તેના પતિ ડો. નવલ કિશોર શાક્ય સાથે સંબંધ ઠીક નથી. આ કારણે શાક્યએ ગત વર્ષે બીજેપી સાથે છેડો ફાડીને સપામાં સામેલ થઈ ગયા હતા.
સંઘમિત્રા, તેના પિતા સ્વામી પ્રસાદ મૌર્ય અને ભાઈ અશોક મૌર્ય હાલ બીજેપીમાં છે. થોડા દિવસો પહેલા તેણે ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે, જો લોકસભા ચૂંટણી દરમિયાન તમારી વચ્ચે કોઈ દાદાગિરી કે ગુંડાગર્દી કરવા આવે તો તેનાથી તમે ન ડરતા. કારણકે તે ગુંડાઓથી પણ મોટી ગુંડી સંઘમિત્રા મૌર્ય બની જશે. આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો હતો.
લોકસભા ચૂંટણીઃ ભાજપની મહિલા ઉમેદવારે કહ્યું, 'કોઈ ગુંડાગીરી કરે તો ડરતા નહીં, હું તેનાથી પણ મોટી ગુંડી બની જઈશ'
વિકાસમાં દીદી ‘સ્પીડ બ્રેકર’, બાલાકોટમાં આતંકીઓ મરવા પર દીદીને થયું દર્દઃ PM મોદી
ગુજરાતમાં ભાજપે કેટલા સાંસદોના કાપી નાંખ્યા પત્તા? તેમની જગ્યાએ કોને મળી ટિકીટ? જાણો વિગત
હાર્દિક પટેલે કોંગ્રેસમાં જોડાવા માટેના શું આપ્યા પાંચ કારણ? જુઓ વીડિયો