મુંબઇઃ એક્ટર સંજય દત્ત ભલે રાજનીતિથી દુર રહેતો હોય પણ પોતાની બહેન અને કોંગ્રેસ ઉમેદવાર પ્રિયા દત્તને પુરેપુરો સપોર્ટ કરી રહ્યો છે. સંજય દત્તે સોમવારે મુંબઇમાં પ્રિયા માટે ચૂંટણી પ્રચારમાં ભાગ લીધો. બહેન સાથે ઉભા રહીને સંજય દત્તે લોકોને મત આપવા અપીલ કરી હતી.



સંજય દત્તે પોતાના પરિવારની ખુબ નજીક છે. જ્યારે પ્રિયા દત્ત બાંદ્રા કલેક્ટર ઓફિસમાં લોકસભા ચૂંટણી માટે પોતાનું નામાંકન ભરવા ગઇ હતી, તે સમયે સંજય પોતાની ફિલ્મ કલંકના પ્રમૉશનમાં અને શૂટિંગમાંથી ટાઇમ કાઢીને પ્રિયાની સાથે ગયો હતો.



પ્રિયા દત્તા નામાંકન પહેલા બપ્પાના દરબારમાં આશિર્વાદ લેવા પહોંચી હતી, ત્યારબાદ પ્રિયા દત્ત પોતાના ભાઇ સંજય દત્તના ઘરે પહોંચી હતી.



વર્ષ 2019માં કોંગ્રેસની ટિકીટ પર મુંબઇ નોર્થ સેન્ટ્રલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહી છે. પ્રિયા દત્તની ટક્કર સાંસદ પૂનમ મહાજન સાથે છે. વળી, બસપાએ પણ અહીંથી ઇમરાન મુસ્તપા ખાનને મેદાનમાં ઉતાર્યો છે.