નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી સાથે મળી લોકસભાની ચૂંટણી લડનાર શિવસેનાનું માનવું છે કે ભાજપ પોતાના દમ પર સરકાર નહી બનાવી શકે. રામ માધવના નિવેદનને યાદ કરતા શિવસેનાએ કહ્યું, ભાજપ પૂર્ણ બહુમત નહી મેળવી શકે અને આગામી સરકાર બનાવવા માટે સહયોગીઓ પર નિર્ભર રહેવું પડશે.
શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું ભાજપ માટે 280 બેઠકો પર પહોંચવુ મુશ્કેલ છે, જે તે 2014માં કરી શકી હતી. સંજય રાઉતે કહ્યું રામ માધવે જે કહ્યું તે યોગ્ય છે. એનડીએ આગામી સરકાર બનાવશે. ભાજપ સૌથી મોટ પાર્ટી હશે.
હાલમાં તો ભાજપ માટે 280-282ના આંકડા સુધી પહોંચવું મુશ્કેલ લાગ રહ્યું છે પરંતુ અમારો એનડીએ પરિવાર બહુમતના આંકડાને પાર કરી લેશે. સંજય રાઉતે કહ્યું મોદી ફરી વાર પ્રધાનમંત્રી બનશે તો શિવસેનાને ખુશી થશે.