આજકાલ ફિલ્મ દુનિયાથી દૂર ઈશા બીજી વખત માતા બનવાને લઈને ખૂબ ઉત્સાહિત છે. ઈશા અવાર-નવાર સોશિયલ મીડિયા પર બેબી બંપ સાથેની તસવીરો શેર કરતી રહે છે, જેમાં તે ખૂબ ખુશ જોવા મળતી હોય છે. ઈશાએ બેબી શાવરમાં પોતાની બહેન અને ગર્લ ગેંગ સાથે ખૂબ મસ્તી કરી હતી.
ઈશાનો પતિ પણ બેબી શાવરમાં હાજર હતો. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં ઈશાએ જણાવ્યું હતું કે, તેની પુત્રી રાધ્યા બેબી બંપને કિસ કરે છે.
ત્યાર બાદ એક્ટ્રેસ દીકરીને પૂછે કે, બેબી ક્યાં છે ત્યારે તે પેટ તરફ ઈશારો કરીને જણાવે કે અહીં છે. રાધ્યાનો જન્મ ઓક્ટોબર 2017માં થયો હતો.
ઈશાએ 2012માં બિઝનેસમેન ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ તે ફિલ્મોથી દૂર છે. જોકે ઈશા 2018માં આવેલી શોર્ટ ફિલ્મ ‘કેકવોક’માં જોવા મળી હતી.