નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ નામંકન ભરવા માટે ઉમેદવારોનો ધસારો વધી રહ્યો છે. ઉમેદવારો અલગ અલગ રીતે પોતાનુ ઉમેદવારી ફોર્મ ભરી રહ્યાં છે. આવું જ કંઇક યુપીના શાહજહાંપુરમાં બન્યુ છે.
યુપીના શાહજહાંપુરમાં સંયુક્ત વિકાસ પાર્ટીના ઉમેદવાર વૈદ્યરાજ કિશન વરરાજા બનીને પોતાનુ ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા, આ દરમિયાન તે ઘોડા પર સવાર હતા. આ દરમિયાન તેમને એક ખાસ કૉમેન્ટ કરી હતી. બોલ્યા કે, હું તો રાજનીતિનો જમાઇ બનીને જઇ રહ્યો છુ, દુલ્હન તો 28 મે બાદ આવશે.
વૈદ્યરાજ કિશને સેહરા બાંધીને ઘોડે ચઢ્યા હતા, સાથે સાથે સમર્થકોના કાફલો અને બેન્ડવાજાની ધૂન સાથે લોકો નાચી પણ રહ્યાં હતાં. આ નામંકનનો અંદાજ અનોખો હતો.
અનોખા અંદાજમાં ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યો આ ઉમેદવાર, ઘોડે ચઢી બન્યો વરરાજા ને બોલ્યો- 'હું રાજનીતિનો જમાઇ છું'
abpasmita.in
Updated at:
09 Apr 2019 09:44 AM (IST)
વૈદ્યરાજ કિશને સેહરા બાંધીને ઘોડે ચઢ્યા હતા, સાથે સાથે સમર્થકોના કાફલો અને બેન્ડવાજાની ધૂન સાથે લોકો નાચી પણ રહ્યાં હતાં. આ નામંકનનો અંદાજ અનોખો હતો
- - - - - - - - - Advertisement - - - - - - - - -