રમઝાનમાં મતદાનનો સમય બદલાશે કે નહીં ? જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું
abpasmita.in | 02 May 2019 01:13 PM (IST)
સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને રમઝાનના મહિનામાં મતદાનનો સમય સવારે સાતના બદલે પાંચ વાગ્યાનો કરવાની માંગ કરવામાં આવી હતી.
નવી દિલ્હીઃ રમઝાન મહિનામાં મતદાન નિર્ધારીત સમય કરતાં વહેલુ શરૂ કરવાની માંગ પર સુપ્રીમ કોર્ટે સુનાવણીથી ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને રમઝાનના મહિનામાં મતદાનનો સમય સવારે સાતના બદલે પાંચ વાગ્યાનો કરવાની માંગ કરવામાં આવી હતી. મતદાનના સમયમાં બદલાવની માંગ પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને યોગ્ય નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે. લોકસભા ચૂંટણીના સાત તબક્કામાંથી ત્રણ તબક્કાનું મતદાન બાકી છે. આ દરમિયાન રમઝાન મહિનો આવે છે. ધોમ ધખતા તાપને જોતાં રોઝો રાખતા લોકોને રાહત આપવા માટે મતદાનના સમયમાં બદલાવની માંગ કરવામાં આવી હતી. દેશમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને યુપીમાં ગરમી રેકોર્ડ તોડી ચુકી છે. પ્રિયંકા ગાંધીએ મદારીની વસ્તીમાં જઈ મદારીની જેમ હાથમાં પકડ્યો સાપ, જુઓ તસવીરો ચૂંટણી પંચે 72 કલાકનો પ્રતિબંધ લગાવ્યા બાદ સાધ્વી પ્રજ્ઞાએ શું કર્યું ? જાણીને ચોંકી જશો ‘ભાજપ અને કોંગ્રેસમાં કોઈ ફરક નથી, જે બીજેપી છે તે કોંગ્રેસ છે અને જે કોંગ્રેસ છે તે બીજેપી’-અખિલેશ યાદવ