મુંબઇઃ લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થઇ ગયા છે. લોકોએ ફરી એકવાર પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએને સત્તા સોંપી છે. 2019માં એનડીએએ ધાર્યા કરતાં વધારે બેઠકો મેળવી છે, વળી, બીજીબાજુ કોંગ્રેસ અને યુપીએ જડમૂળમાંથી ધરાશાયી થઇ ગઇ છે. આ બમ્પર જીતને લઇને દેશભરમાંથી નરેન્દ્ર મોદી અને બીજેપી પર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. જોકે, આમાં એક્ટ્રેસ અને જાવેદ અખ્તરની પત્ની શબાના આઝમીએ જેવી પીએમ મોદીને જીતના અભિનંદન આપ્યા કે લોકોએ તેને ટ્રૉલ કરવાનું શરૂ કરી દીધુ હતુ.



પીએમ મોદીને અભિનંદન આપતા શબાનાએ ટ્વીટમાં લખ્યુ, ''ભારતના લોકોએ કેટલો મજબૂત જનાદેશ આપ્યો છે. નરેન્દ્ર મોદી અને NDAને અભિનંદન.''.... શબાનાના આ ટ્વીટ પર એક યૂઝરે પુછ્યુ કે હવે ક્યારે પાકિસ્તાન જઇ રહી છો.


બીજા યૂઝરે લખ્યુ કે, ટિકીટ બુક કરાવી લીધી સમજોતા એક્સપ્રેસની કે પછી પગપાળા જ નીકળી જવાનું છે. ભારત ક્યારે છોડશો મેડમ, તમે વાયદો કર્યો હતો?