શરદ પવારનો દાવો- 'બીજેપીની સરકાર બની તો અટલ સરકારની જેમ 13 દિવસમાં જ પડી જશે'
abpasmita.in | 15 May 2019 04:07 PM (IST)
શરદ પવારે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં દાવો કર્યો છે કે, જો બીજેપીની સરકાર બનશે તો અટલ સરકારની જેમ 13 દિવસમાં જ પડી જશે. જો રાષ્ટ્રપતિ બીજેપીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપે છે, તો તે ગૃહમાં પોતાની બહુમતી સિદ્ધ નહીં કરી શકે
નવી દિલ્હીઃ છેલ્લા તબક્કાના મતદાન અને મતગણતરી પહેલા નવી સરકારના ગઠનને લઇને અનેક પ્રકારના કયાસો લગાવવાનો પ્રવાહ શરૂ થઇ ગયો છે. હવે આના પર તાજુ નિવેદન સીનિયર નેતા અને એનસીપી અધ્યક્ષ શરદ પવારે આપ્યુ છે. પવારના મતે બીજેપીની સરકાર બનશે તો માત્ર 13 દિવસમાં જ પડી જશે. તેમને મોદી સરકારની વિદાઇનો દાવો કર્યો છે. શરદ પવારે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં દાવો કર્યો છે કે, જો બીજેપીની સરકાર બનશે તો અટલ સરકારની જેમ 13 દિવસમાં જ પડી જશે. જો રાષ્ટ્રપતિ બીજેપીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપે છે, તો તે ગૃહમાં પોતાની બહુમતી સિદ્ધ નહીં કરી શકે. જો મોદી સરકાર બનાવવામાં સફળ થઇ પણ જશે, તો તેમને તે જ હાલ થશે જે 1996માં અટલ બિહારી વાજપેયીનો થયો હતો, 13 દિવસમાં સરકાર પડી ગઇ હતી. જોકે, શરદ પવારે એ સ્પષ્ટ સંકેત આપ્યા છે લોકસભા ચૂંટણીના પરિણામોમાં બીજેપી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરશે, પણ બહુમતથી દુર રહેશે.