મંદિરમાં દર્શન પહેલા એકતાએ સ્મૃતિ ઈરાની સાથે સેલ્ફી લઇને પોસ્ટ કરી હતી. તસવીર શેર કરીને તેના કેપ્શનમાં લખ્યું, “સિદ્ધિ વિનાયક સુધી 14 કિમી ચાલ્યા પછીનો ગ્લો.” એકતાની આ પોસ્ટ પર સ્મૃતિ ઈરાનીએ કમેન્ટ કરી, “આ ભગવાનની ઈચ્છા હતી, ભગવાન દયાળુ છે.”
સ્મૃતિ ઇરાનીની કમેન્ટ પર એકતાએ જવાબ આપતા લખ્યું, સ્મૃતિ તુ ચાલીને ગઈ. આ તારી દ્રઢઈચ્છાશક્તિ છે. એકતાએ સ્મૃતિ સાથે એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો. જેમાં તે કહી રહી છે 14 કિમી સુધી ઉઘાડા પગે સિદ્ધિ વિનાયક મંદિર. હે ભગવાન, મને વિશ્વાસ નથી થતો. જેના પર સ્મૃતિ જવાબ આપે છે કે આ ભગવાનની મરજી છે.
સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીને તેમના ગઢ અમેઠીમાં 55,120 મતથી હાર આપીને ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. ગાંધી પરિવારના ગઢ અમેઠીમાં 39 વર્ષ બાદ પરિવારના કોઈ સભ્યની હાર થઈ હતી.
ટીવી સીરિયલ ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ દ્વારા ઘર-ઘરમાં જાણીતી થેયલી સ્મૃતિ ઈરાનીના શોની પ્રોડ્યુસર એકતા કપૂર જ હતી.