બેંગ્લુરૂ : લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પુર્ણ થઈ ગયું છે. બીજા તબક્કાનું મતદાન 18 એપ્રીલે યોજાશે. આ તબક્કામાં કર્ણાટકની 14 સીટો પર ચૂંટણી યોજાશે. આ કારણે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર ચરમ પર છે. અહીં ભાજપની ટક્કર કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સાથે થશે. ગુરૂવારે એક ચૂંટણી રોડ શો દરમિયાન કોંગ્રેસની મહિલા નેતા અને અભિનેત્રી ખુશ્બુ સુંદર સાથે છેડતીની ઘટના બની હતી.




આ રોડ શો દરમિયાન ખુશ્બુ સુંદર જ્યારે ચાલી રહી હતી ત્યારે તેની સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓની ભારે ભીડ જોવા મળી હતી. આ દરમિયાન તેની સાથે છેડછાનીની ઘટના બની હતી. ત્યાર બાદ ખુશ્બુએ એક કાર્યકર્તાને જાહેરમાં લાફો ઝીંકી દીધો હતો. જોકે તે સ્પષ્ટ નહોતું થઈ શક્યું કે જે વ્યક્તિને ખુશ્બુએ માર્યો તેણે જ છેડતી કરી હતી કે કેમ.


ત્યાર બાદ તે વ્યક્તિને પોલીસે પોતાની સાથે લઇને જતી રહી હતી. ખુશ્બુ સાથે આ ઘટના ત્યારે થઇ જ્યારે તેઓ બેંગ્લુરૂ સેન્ટ્રલનાં ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા હતા.


આ સીટ પર ભાજપનાં પીસી મોહનને પોતાનાં ઉમેદવાર બનાવ્યા છે. તેની સામે કોંગ્રેસનાં રિઝવાન અરશદ સાથે છે. આ સીટ પરથી અભિનેતા પ્રકાશ રાજ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં છે.