IPLમાં કરોડો રૂપિયાની કમાણી કરતો આ સુપરટાર ખેલાડી રીક્ષામાં કરે છે સફર, જુઓ VIDEO
abpasmita.in | 12 Apr 2019 07:40 AM (IST)
આઈપીએલના વિતેલી સીઝનમાં ડેવિડ વોર્નર બોલ ટમ્પરિંગ સાથે જોડાયેલ વિવાદને કારણે રમી શક્યા ન હતા. આઈપીએલની 12મી સીઝનમાં વોર્નરે સનરાઈઝર્સ ટીમમાં વાપસી કરી છે.
હૈદ્રાબાદઃ આઈપીએલના વિતેલી સીઝનમાં ડેવિડ વોર્નર બોલ ટમ્પરિંગ સાથે જોડાયેલ વિવાદને કારણે રમી શક્યા ન હતા. આઈપીએલની 12મી સીઝનમાં વોર્નરે સનરાઈઝર્સ ટીમમાં વાપસી કરી છે સાથે સાથે પોતાની ટીમ માટે બેટિંગમાં શાનદાર પ્રદર્શન પણ કર્યું છે. વોર્નર વર્તમાન આઈપીએલ સિઝનમાં સૌથી વધારે રન બનાવનાર ક્રિકેટર છે. વોર્નરનો એક વીડિયો સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર શેર કર્યો છે. જેમાં તે ઓટો રિક્ષામાં ફરી રહ્યો છે. હૈદરાબાદના આ બેટ્સમેન પોતાની પુત્રી સાથે રિક્ષામાં હૈદરાબાદના રસ્તા પર ફરી રહ્યો છે. હૈદરાબાદના પ્રશંસકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે. આ સિઝનમાં વોર્નરે 6 મેચમાં 87.25ની એવરેજથી 349 રન બનાવ્યા છે. તેના નામે એક સેન્ચુરી પણ છે જે તેણે આરસીબી સામે ફટકારી હતી. હૈદરાબાદની ટીમે પ્રથમ મેચ ગુમાવ્યા પછી સતત ત્રણ મેચમાં વિજય મેળવ્યો હતો. જોકે આ પછી બે મેચમાં પરાજય થયો હતો. આ મેચમાં વોર્નર ખાસ ઝળકી શક્યો ન હતો.