EVM-VVPATમાં 100% મેચ કરવાની માંગવાળી અરજી SCએ ફગાવી, કહ્યું - આ બકવાસ છે
abpasmita.in | 21 May 2019 04:32 PM (IST)
જસ્ટિસ અરુણ મિશ્રની આગેવાની વાળી અવકાશ પીઠે આ અરજી પર સુનાવણી કરવાના ના પાડી દીધી. આ અરજી ચેન્નાઇના એક બિનસરકારી સંગઠન ‘ટેક ફૉર ઓલ’ તરફથી દાખલ કરવામાં આવી હતી
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દેશમાં થયેલી સામાન્ય ચૂંટણી માટે 23 મેએ થનારી મતગણતરી દરમિયાન VVPAT મશીનોની પર્ચીનું ઇલેક્ટ્રૉનિક વૉટિંગ મશીન (EVM)ના આંકડાની સાથે 100 ટકા મેળવવાની માંગ વાળી જનહિત અરજી મંગળવારે ફગાવી દીધી છે. જસ્ટિસ અરુણ મિશ્રની આગેવાની વાળી અવકાશ પીઠે આ અરજી પર સુનાવણી કરવાના ના પાડી દીધી. આ અરજી ચેન્નાઇના એક બિનસરકારી સંગઠન ‘ટેક ફૉર ઓલ’ તરફથી દાખલ કરવામાં આવી હતી. અવકાશ પીઠે કહ્યું કે, મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની અધ્યક્ષતા વાળી કોર્ટ આ મામલે સુનાવણીનો આદેશ પસાર કરી ચૂકી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું ‘‘ચીફ જસ્ટિસ આ મામલે નિર્ણય સંભળાવી ચૂક્યા છે. બે ન્યાયાધીશોની અવકાશ પીઠની સમક્ષ તમે જોખમ કેમ લઇ રહ્યાં છો.’’