નવી દિલ્હીઃ ઇમરાન ખાન અને અવંતિકા મલિકના લગ્નને આઠ વર્ષ થઈ ગયા છે. ઇમરાન અને અવંતિકાએ 2011માં લગ્ન કર્યા હતા. બન્ને એક દીકરી પણ છે. પરંતુ હવે ઇમરાન અને અવંતિકા વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું.



ચર્ચા છે કે છેલ્લાં કેટલાંક સમયથી અવંતિકા તથા ઈમરાન વચ્ચે અનેક પ્રકારના વિવાદો શરૂ થઈ ગયા છે. બંને વચ્ચેના મતભેદો સામે આવી રહ્યાં છે. અવંતિકા હવે ઈમરાન ખાનના પાલી હિલ સ્થિત ઘરમાં પણ રહેતી નથી. હાલમાં અવંતિકા તેના માતા પિતા સાથે રહે છે. હાલમાં બંનેના પરિવાર સમાધાન કરાવવાના પ્રયાસો કરી રહ્યાં છે.



ઈમરાન ખાન તથા અવંતિકાએ આઠ વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ 2011માં લગ્ન કર્યાં હતાં. 2014માં અવંતિકાએ દીકરી ઈમારાને જન્મ આપ્યો હતો. ઈમરાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો ઈમરાન છેલ્લે 2015માં ફિલ્મ 'કટ્ટી બટ્ટી'માં જોવા મળ્યો હતો. ત્યારબાદ 2018માં ઈમરાન ખાને શોર્ટ ફિલ્મ 'મિશન માર્સઃ કિપ વોકિંગ ઈન્ડિયા'થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ 20 મિનિટની હતી.