શાસ્ત્રીએ કહ્યું કે, ભુલ કરો અને સજા થાય પણ તેનાથી કંઈ દુનિયા અટકી પડતી નથી. આ પ્રકારના અનુભવોથી ખેલાડી ઘડાય છે અને વધુ મજબુત, સખ્ત અને સમજદાર થઈને પુનરાગમન કરે છે. શાસ્ત્રીએ ઊમેર્યું કે, કોહલી અને ધોની વચ્ચે ખુબ જ સુમેળભર્યા સંબંધો છે અને તેઓ એકબીજાને ખુબ જ આદર આપે છે.
વર્લ્ડકપને લઈ વિરાટ કોહલીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું કે ટીમમાં.......
તાજેતરમાં ટીમ ઈન્ડિયાની સાથે તેમના પરીવારના સભ્યો પણ વિદેશ પ્રવાસે જતા હોય છે. જોકે બીસીસીઆઇએ ખેલાડીઓની સાથે તેમના પરીવારના રહેવા અંગે કેટલાક નિયમો બનાવ્યા છે. જોકે શાસ્ત્રી માને છે કે, આજના સમયમાં બીસીસીઆઇએ વ્યવહારૂ અભિગમ અપનાવવાની જરુર છે.
જોકે વર્લ્ડ કપ દરમિયાન તો ખેલાડીઓનું ધ્યાન 24 કલાક ટુર્નામેન્ટ પર રહે તે જરુરી છે, તે બાબત પર ભાર મૂકતાં શાસ્ત્રીએ કહ્યું કે, પરીવારને સાથે રાખવો કે કેમ અને જો સાથે રાખવો તો કેટલો સમય ? તે અંગેનો નિર્ણય ખેલાડીએ જાતે જ લેવો જોઈએ. જો ખેલાડીને લાગે કે તેની રમત પર અસર થઈ રહી છે, તો તેણે તત્કાળ આ અંગે નિર્ણય લેવો જોઈએ. જોકે લાંબા પ્રવાસોને ધ્યાનમાં રાખીને આ અંગે વિચારણાપૂર્વક નિર્ણય લેવાય તે જરુરી છે. જોકે વર્લ્ડકપ જેવી મેગા ઈવેન્ટ હોય તો ખેલાડીઓનું ફોકસ સતત તેના પર્ફોમન્સ અને ટુર્નામેન્ટ પર રહે તે જરુરી છે.
લોકસભા ચૂંટણીઃ PM મોદીએ ટીમ ઈન્ડિયાના ક્રિકેટરોને શું કરી અપીલ ? જાણો વિગત
‘ચોકીદાર ચોર છે’ ના સૂત્રોચાર સાથે નેતા વિપક્ષ સહિત ધારાસભ્યએ વિધાનસભા અધ્યક્ષની ઓફિસ બહાર કર્યા ધરણા