નવી દિલ્હી: આગામી લોકસભા ચૂંટણીને લઈને કર્ણાટક કૉંગ્રેસ-જનતા દળ સેકુલર(જેડીએસ) ગઠબંધને સીટોની વહેંચણી કરી લીધી છે. રાજ્યમાં કૉંગ્રેસ 20 સીટો પર અને જેડીએસ 8 સીટો પર લોકસભા ચૂંટણી લડશે. કર્ણાટકમાં લોકસભાની કુલ 28 સીટ છે. કર્ણાટકમાં 18 એપ્રિલ અને 23 એપ્રિલે બે ચરણોમાં ચૂંટણી યોજાશે.


કર્ણાટકમાં કૉંગ્રેસ અને જેડીએસ ગઠબંધનની સરકાર છે. 2018ના મે મહિનામાં કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ત્રિશંકૂ વિધાનસભા સામે આવતા ગઠબંધન કરનારા આ બન્ને સહયોગી પક્ષોએ પહેલા જ જાહેરાત કરી દીધી હતી તેઓ લોકસભા ચૂંટણી સાથે મળીને લડશે.

કોંગ્રેસે UPની 16 અને મહારાષ્ટ્રની 5 સીટ પર ઉમેદવારો કર્યા જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ

કેજરીવાલે હરિયાણામાં ગઠબંધન માટે રાહુલ ગાંધીને કરી વિનંતી, જાણો શું કહ્યું

નોંધનીય છે કે 2014ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ, જેડીએસ અલગ-અલગ ચૂંટણી લડ્યા હતા અને આ ચૂંટણીમાં ભાજપ 17, કૉંગ્રેસ 9 અને જેડીએસ 3 સીટ પર ચૂંટણી જીતી હતી. હવે 2019ની ચૂંટણીમાં કૉંગ્રેસ-જેડીએસ ગઠબંધન સાથે લડશે.

રાહુલ ગાંધીએ કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા મુદ્દે શું કહ્યું? જુઓ વીડિયો