પટનાઃ આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવે નવી પાર્ટીના જાહેરાત કરી છે. લોકસભા સીટોના ફાળવણીને લઈ તે પાર્ટી અને પરિવારથી નારાજ હતો. જેના કારણે તેણે આજે નવી પાર્ટી બનાવી હતી.

તેજ પ્રતાપે પાર્ટીનું નામ લાલુ રાબડી મોર્ચા રાખ્યું છે. તેણે બે લોકસભા સીટની માંગ કરી છે. લાલુ-રાબડી માર્ચો બનાવ્યા બાદ તેણે કહ્યું કે, જો શિવહર અને જહાનાબાદથી મનપસંદ નેતાને ટિકિટ નહીં મળે તો 20 સીટ પર ઉમેદવાર રાખીશ. જીતીને હું માતા-પિતાના આશીર્વાદ લઈશ.


તેણે એમ પણ કહ્યું કે, હું મારી માતા રાબડી દેવીને સારણ સીટથી લડવા માટે કહીશ. જો તેમ નહીં થાય તો હું તે સીટ પરથી અપક્ષ લડીશ અને ચૂંટણી જીતીશ. મેં મારી માંગો ભાઈ તેજસ્વી યાદવ અને પિતા લાલુ યાદવને જણાવી દીધી છે. તેજ પ્રતાપે કહ્યું કે, તેના નાના ભાઈ તેજસ્વી યાદવની આસ-પાસ ખોટા લોકો આવી ગયા છે. જો મને શિવહર સીટ આપવામાં આવશે તો હું મારી તમામ માંગો પરત લઈશ.

 મૂશળધાર વરસાદમાં પણ ડ્યૂટી કરતો રહ્યો ટ્રાફિક પોલીસ, VIDEO થયો વાયરલ

મોંઘવારીનો મારઃ સબ્સિડી વગરના LPG સિલિન્ડર અને કેરોસીનના ભાવમાં થયો વધારો, જાણો વિગત

ICCએ ટેસ્ટ ક્રિકેટને રોમાંચક બનાવવા નિયમોમાં કર્યા ફેરફાર, હવે એક બોલ પર બે ખેલાડી થઈ શકશે આઉટ, જાણો વિગત