મહેસાણાઃ અલ્પેશ ઠાકોર દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવાયા બાદ ઉત્તર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સેનામાં ભાગલા પડતાં જોવા મળી રહ્યા છે. અલ્પેશ ઠાકોરના વિરોધમાં એક પછી એક સૂર ઉઠી રહ્યા છે. મોડી સાંજે મહેસાણા ઠાકોર સેનાના નેતા રામજી ઠાકોરે અલ્પેશ ઠાકોર સાથેના તમામ સંબંધો કાપી નાખવાની જાહેરાત કરી હતી. આ સમયે ઠાકોર સેનાના ઘણાં કાર્યકરો પણ ઉપસ્થિત હતાં.



મહેસાણા જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોર દ્વારા એક ખાનગી ફાર્મ હાઉસમાં મોડી સાંજે જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાની એક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં મહેસાણા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ, મહેસાણા જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સેનાના તાલુકા પ્રમુખો તેમજ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર એ.જે.પટેલના સમર્થન માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ બેઠકમાં હાજર ક્ષત્રિય ઠાકોર સેનાના તાલુકા પ્રમુખો, કાર્યકર્તાઓ અને સમાજના આગેવાનો સાથે થયેલી ચર્ચા બાદ મહેસાણા ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોરે સ્ટેજ પરથી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સર્વસંમતિથી એ નિર્ણય લીધા બાદ મહેસાણા ઠાકોર સેના અલ્પેશની ઠાકોર સેના સાથે પોતાનો છેડો ફાડે છે.



મોડી સાંજે મહેસાણા ઠાકોર સેનાના નેતા રામજી ઠાકોરે અલ્પેશ ઠાકોર સાથેના તમામ સંબંધો કાપી નાખવાની જાહેરાત કરી હતી. આ સમયે ઠાકોર સેનાના ઘણાં કાર્યકરો પણ ઉપસ્થિત હતાં.