Lok Sabha Election 2024 Live Update: અમરેલી બેઠકથી કૉંગ્રેસ માટે રાહતના સમાચાર, જેનીબેન ઠુમ્મરનું ઉમેદવારી પત્રક મંજૂર
સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી જોખમમાં મુકાઈ છે. નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, જાણીએ શું છે સમગ્ર મામલો
છેલ્લા બે દિવસથી રાજ્યમાં સુરત લોકસભા બેઠક પર વિવાદ શરૂ થયો છે, કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ એક એફિડેવિટમાં દાવો કર્યો હતો કે, કુંભાણીના ઉમેદવારી પત્રકમાં ટેકેદાર તરીકેની સહી તેમની નથી. આ પછી સુરત બેઠક પર હાઇ વૉલ્ટેડ ડ્રામા શરૂ થયો હતો, જોકે, આજે કલેક્ટર કચેરીમાં લાંબી સુનાવણી બાદ આ હાઇ વૉલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્રક રદ્દ થઇ ગયુ છે, હવે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી સુરત લોકસભા બેઠક પરથી ચૂંટણી નહીં લડી શકે. છેલ્લા બે દિવસથી અહીં હાઇ વૉલ્ટેડ ડ્રામા ચાલી રહ્યો હતો.
એક બાજુ સુરત લોકસભાના બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી પર પ્રશ્નાર્થ ઉભો થયો છે.તો બીજી તરફ અમરેલી બેઠકથી કૉંગ્રેસ માટે રાહતના સમાચાર, જેનીબેન ઠુમ્મરનું ઉમેદવારી પત્રક મંજૂર થઇ ગયું છે. ઉલ્લેખનિય છે કે, કૉંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું ઉમેદવારી પત્રક મંજૂર થયું છે. એફિડેવિટમાં મિલકત છુપાવી હોવાનો વાંધો ભાજપે ઉઠાવ્યો હતો, આ મામેલ પ્રતિક્રિયા આપતા પ્રતાપ દુધાતે કહ્યું કે આ નિર્ણય ચૂંટણી પંચને તમાચા સમાન
કૉંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી ચૂંટણી લડશે કે નહીં તેનો થશે ફેંસલો
સુરત કલેક્ટર કચેરી પર ભાજપ-કૉંગ્રેસની દલીલ શરૂ
ભાજપ તરફથી પરીન્દુ ભગત, વકીલ સત્યજીત કરી રહ્યા છે દલીલ
કૉંગ્રેસની લીગલ ટીમ પણ કરી રહી છે દલીલો
કૉંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી કલેક્ટર કચેરીએ ઉપસ્થિત
નિલેશ કુંભાણીના એકપણ ટેકેદાર નથી પહોંચ્યા કલેક્ટર કચેરી
જગદીશ સાવલિયા નિલેશ કુંભાણીના બનેવી
ધ્રુવિન ધામેલિયા નિલેશ કુંભાણીનો ભાણેજ
રમેશ પોલરા નિલેશ કુંભાણીના ધંધાકીય ભાગીદાર
કૉંગ્રેસના અસલમ સાયકલવાલાનો મોટો આરોપ
અસલમ સાયકલવાલાનો નિલેશ કુંભાણી પર મોટો આરોપ
જે સ્થિતિ સર્જાય તે માટે નિલેશભાઈ જવાબદારઃઅસલમ સાયકલવાલા
પક્ષને હેરાન કરવા માટે નિલેશભાઈ જવાબદારઃઅસલમ સાયકલવાલા
સુરત કલેક્ટર કચેરીમાં સુનાવણી પૂર્ણ
ભાજપ-કૉંગ્રેસ તરફથી સુનાવણી પૂર્ણ
સુરત લોકસભા બેઠક પર વિવાદ મુદ્દે સુનાવણી પૂર્ણ
વિધાનસભાના કિસ્સાનો હવાલો આપી કૉંગ્રેસે કરી દલીલ
ઉમેદવારી ફોર્મ મંજૂર કરવાની કૉંગ્રેસ લીગલ સેલની દલીલ
સુરત લોકસભા બેઠક પર રાજકીય ડ્રામા યથાવત
કલેક્ટર કચેરી પર ભાજપ-કૉંગ્રેસની દલીલો પૂર્ણ
કલેક્ટરે આપેલ સમય મુજબ હજુ ટેકેદારો નથી થયા હાજર
ટેકેદારોના અપહરણ થયાનો કૉંગ્રેસનો આરોપ
સુરત પોલીસની કામગીરી પર કૉંગ્રેસે ઉઠાવ્યા સવાલ
અમારા ટેકેદાર દબાણમાં હતાઃનિલેશ કુંભાણી
હું મજબુતાઈથી લડતો હતોઃનિલેશ કુંભાણી
2022ની ચૂંટણીમાં આવા કિસ્સામાં ROએ ફોર્મ સ્વીકાર્યુ હતુઃમાંગુકીયા
2022ની ચૂંટણીમાં આવા કિસ્સામાં ROએ ફોર્મ સ્વીકાર્યુ હતુ: માંગુકીયા
ફોર્મ ભરતા સમયના વીડિયો ફુટેજ ચેક કરવાની દલીલઃમાંગુકીયા
ટેકેદારોને લઈને કોણ આવ્યુ અને કોણ લઈ ગયુ તે તપાસનો વિષય
સુરત લોકસભાની બેઠક પર હાઇ વોલ્ટેજ ડ્રામા સર્જાયો છે. કુંભાણીના ફોર્મ પર પ્રશ્નાર્થ ઉભા થાય છે. સુરત ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે.નિલેશ કુંભાણી દ્વારા ઉમરા પોલીસ સ્ટેશન અરજી કરી હતી.સમગ્ર ઘટનાને લઇને સુરત કલેક્ટર કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયોછે. ટેકેદારોની એફિડેવિટ એક જ પ્રિન્ટરથી પ્રિન્ટ થઈઃ સમગ્ર ઘટનાને લઇને માંગુકીયાએ આરોપ લગાવ્યો છે કે, ચારેય ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યુ છે. સુરતમાં કાયદાની સ્થિતિ ગંભીર છે.
સુરત લોકસભા બેઠક પર રાજકીય ડ્રામા યથાવત છે.કલેક્ટર કચેરી પર ભાજપ-કૉંગ્રેસની દલીલો પૂર્ણ થઇ ગઇ છે. કલેક્ટરે આપેલ સમય મુજબ હજુ ટેકેદારો હાજર થયા નથી. ટેકેદારોના અપહરણ થયાનો કૉંગ્રેસે આરોપ લગાવ્યો છે.
ગુજરાતમાં સુરતની લોકસભા બેઠક પર હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ થયો છે, ગઇકાલથી શરૂ થયેલો ઉમેદવારી ફોર્મમાં ટેકેદારોની ખોટી સહીનો મામલો હવે વધુ ઉગ્ર બન્યો છે. ખરેખરમાં, કૉંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ માન્ય રહેશે કે નહીં તેનો આજે ફેંસલો થશે, છેલ્લી ઘડીએ કુંભાણીના ડમી ઉમેદવાર સહિત ટેકેદારો ગાયબ થયા છે. ફોર્મમાં સહી કરી જ ન હોવાનું ત્રણેય ટેકેદારો રમેશ પોલરા, જગદીશ સાવલીયા, ધ્રુવિન ધામેલીયા નિવેદન રજૂ કર્યું હતું. હવે આ મામલે વધુ એક વિવાદ ઉઠ્યો છે. પોલીસે આ સમગ્ર મામલે મીડિયાકર્મીઓ પર અત્યાચાર કરવાનું શરૂ કર્યુ છે. સુરતમાં કુંભાણી કેસમાં યોગ્ય રીતે કવરેજ કરી રહેલા પત્રકારો સાથે પોલીસ ઓરમાયુ વર્તન કરવા લાગી છે, સ્થળ પર કવરેજ માટે પત્રકારો-મીડિયાકર્મી સાથે પોલીસે આજે ધક્કામુક્કી કરી હતી, સમગ્ર મામલે પોલીસે મીડિયાકર્મીઓને કવરેજથી દુર રાખવા પ્રયાસ કર્યો હતો.
બ્રેકગ્રાઉન્ડ
Lok sabha Election 2024:કૉંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ માન્ય રહેશે કે નહીં તેનો આજે ફેંસલો થશે, ઉલ્લેનિય છે કે, છેલ્લી ઘડીએ કુંભાણીના ડમી ઉમેદવાર સહિત ટેકેદારો ગાયબ થયા છે. ફોર્મમાં સહી કરી જ ન હોવાનું ત્રણેય ટેકેદારો રમેશ પોલરા, જગદીશ સાવલીયા, ધ્રુવિન ધામેલીયા નિવેદન રજૂ કર્યું હતું.ચૂટણી અધિકારી સમક્ષ નિવેદન નોંધાવી ત્રણેય ગાયબ થઇ ગયા હતા. સવારે 11 વાગ્યે કુંભાણી ઉમેદવાર રહેશે કે ઘરે જશે તેનો નિર્ણય થશે. સુરત કલેક્ટર કચેરી પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.કલેક્ટર કચેરીના મુખ્ય ગેટ પર પણ બેરીકેટ લગાવાયા છે.
કૉંગ્રેસની લીગલ ટીમ હાલ સુરતમાં છે. ચાર પૈકી ત્રણ શખ્સો નિલેશ કુંભાણીના સગા અને નજીકના વ્યક્તિ છે. જગદીશ સાવલિયા નિલેશ કુંભાણીના બનેવી છે. ધ્રુવિન ધામેલિયા નિલેશ કુંભાણીનો ભાણેજ છે, તો રમેશ પોલરા નિલેશ કુંભાણીના ધંધાકીય ભાગીદાર છે.
શું છે સમગ્ર મામલો
સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી વિવાદમાં મુકાઈ છે. નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભારણીના ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ સહી અમારી નથી. આથી નિલેશ કુંભાણીની ઉમેદવારી જોખમમાં મૂકાઇ છે અને તેમના ફોર્મ પર પ્રશ્નાર્થ ઉભો થયો છે.આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે નિલેશ કુંભારણીએ પોતાના ટેકેદારોનું અપહરણ થયું હોવાની આશંકા પણ વ્યકત કરી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરે નિલેશ કુંભાણીને આજે રવિવાર સુધીનો સમય અપાયો હતો. આજે આ સમગ્ર મામલે સુનાવણી થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -