સુરત: દેશભરમાં લોકસભાની ચૂંટણીના જામેલા માહોલ દરમિયાન સુરતમાં ચૂંટણી પ્રચાર માટે ઉત્પાદિત થતી સાડીઓ, ઝંડા, ટોપીનું કામ ટેક્સટાઇલ માર્કેટમાં ચાલી રહ્યું છે. ત્યારે સુરતના એક ઉત્પાદકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિન્ટવાળી બનાવેલી સાડી સામે આપત્તિ વ્યક્ત કરતાં દિલ્હીના એક વકીલે રૂપિયા 1 કરોડનો દાવો માંડ્યો છે.



દિલ્હીના વકીલે રૂપિયા 1 કરોડનો દાવો સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગકાર પર માંડ્યો છે. ત્યારે બીજી તરફ ડિંડોલીમાં મોબાઈલ લે-વેચના કામકાજ સાથે સંકળાયેલા વિશાલ પટેલ નામના વ્યક્તિએ વડાપ્રધાનના નવા સુરત ‘મેં ભી ચોકીદાર’ને મોબાઈલના કવર પર ડિઝાઈન કરી ઓનલાઇન તથા રીટેઇલમાં વેચાણ શરૂ કરી દીધું છે.



આ સાથે જ 200થી વધુ કવરનું વેચાણ પણ કરી ચૂક્યો છે. બીજી તરફ રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં આવેલી મિલેનિયમ માર્કેટના વેપારી રતન કેડિયાએ વડાપ્રધાન મોદીના ફોટાવાળા ડ્રેસ મટીરિયલ્સ અને ઘાઘરા તૈયાર કર્યાં છે.