નવી દિલ્હીઃ આ વર્ષે ડિસેમ્બર મહિનાથી તમામ વિન્ડોઝ ફોન પર વ્હોટ્સએપ કામ કરવાનું બંધ કરશે. વ્હોટ્સએપે મંગળવારે આવાતની જાણકારી આપી અને કહ્યું કે, વિન્ડોઝ ફોન માટે 31 ડિસેમ્બરથી વ્હોટ્સએપ સપોર્ટ ખત્મ કરી દેશે. એનો મતલબ એ થયો કે યૂઝર્સ હવે તેનો ઉપયોગ નહીં કરી શકે.

ફેસબુક અધિકૃત ઇન્સ્ટન્ટ મેસેચિંગ પ્લેટફોર્મ વ્હોટઅસપ હવે ધીમે ધીમે એવા સ્માર્ટફોન પર પોતાનો સપોર્ટ હટાવી રહ્યું છે જે ઉપયોગમાં નથી. પરંતુ વિન્ડોઝ આઈઓએસ ફોન માટે આ વખતે થોડી મુશ્કેલી થઈ રહી છે. જણાવીએ કે, કંપની જૂન મહિનામાં વિન્ડોઝ ફોન યૂઝર્સ માટે અંતિમ અપડેટ આપશે. ત્યાર બાદ ડિસેમ્બર આવાતા તેને બંધ કરી દેવામાં આવશે.



વિતેલા વર્ષે વ્હોટ્સએપે નોકિયા એસ40 સીરીઝ ફોનમાં બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે કંપનીએ વિન્ડોઝ ફોન 8.0 ઓએસ પાવર્ડ ડિવાઈસ, બ્લેકબેરી ઓએસ, બ્લેકબેરી 10 અને અન્ય ડિવાઈસ પરથી 31 ડિસેમ્બર 2017ના રોજ બંધ કર્યું હતું. હવે આવર્ષે વિન્ડોઝ ફોનમાં પણ તે બંધ થશે.

જ્યારે 1 ફેબ્રુઆરી 2020થી જૂના એપલ ફોન જે iOS7 પર કામ કરે છે તે પણ વ્હોટ્સએપનો ઉપયોગ નહીં કરી શકે. તો જો તમે તેનો ઉપયોગ કરવા માગો છો તો તમારે ફોન અપડેટ કરવાનો રહેશે.